- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
શાસ્ત્રી રાજદીપ જોશી બુધવારે અપાઢ સુદ પુનમ તારીખ ૨૯ જુલાઈ ના દિવસે પ્રીતિ નામના યોગમાં તથા ગોચરમાં ગજ કેસરી યોગ છે આથી ગુરુપૂર્ણિમા ઉત્તમ ગણાશે ગુરુપૂર્ણિમાનું મહત્વ : ૧. વ્યાસઋષિનો જન્મદિવસઃ આજે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો હતો. એમણે ૪ વેદ, ૧૮ પુરાણ અને મહાભારત લખ્યા. એટલે એમને ‘‘આદિ ગુરુ‘‘ કહે છે. એટલે જ એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ૨. ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો ગુરુપૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધે સારનાથમાં પોતાના ૫ શિષ્યોને પહેલો ઉપદેશ ‘‘ધર્મચક્ર પ્રવર્તન‘‘ આપ્યો હતો. એટલે બૌદ્ધ લોકો માટે આ દિવસ બહુ પવિત્ર છે. ૩. ગુરુ-શિષ્ય પરંપરાનો સન્માન દિવસ આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું…
Punjabi,તા.૨૮ પંજાબી અભિનેત્રી ઈશા રિખી અને પ્રખ્યાત રેપર બાદશાહના અંગત જીવન અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના લગ્નને થોડા મહિના જ થયા છે, અને અણબનાવ અને અલગ થવાની અફવાઓ તીવ્ર બની છે. એશા દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ્સે વ્યાપક ચિંતા ફેલાવી હતી, જેના કારણે તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઊંડો ભાવનાત્મક અને વ્યક્તિગત સંદેશ શેર કર્યો હતો. કોઈનું નામ લીધા વિના, તેણીએ તેના લગ્ન જીવનમાં ભય, મૌન અને લાચારીની પીડા વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં, એશાએ તે માનસિક અને ભાવનાત્મક લડાઈઓ વિશે વાત કરી હતી જે બહારથી ક્યારેય દેખાતી નથી. તેણીએ લખ્યું હતું કે…
વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનની આસપાસનું તોફાની વાતાવરણ આખરે શાંત થયું છે. ફક્ત સમય જ કહેશે કે આ આંદોલનનો અંત છે કે માત્ર એક કામચલાઉ વિરામ. આપણા જેવા વૈવિધ્યસભર અને ઊંડાણપૂર્વક વિભાજિત સમાજમાં, વિભાજનકારી મુદ્દાઓની ક્યારેય અછત રહેશે નહીં. આ તફાવતોને સંતુલિત કરવી અને જાહેર હિતને અનુસરવું હંમેશા એક મહત્વપૂર્ણ પડકાર છે. હવે જ્યારે આ કંઈક અંશે ગરમાગરમ આંદોલનનો અંત આવ્યો છે, ત્યારે બંને પાસાઓ પર વિચાર કરવો યોગ્ય છેઃ તેના પર નાગરિકોની પ્રતિક્રિયાઓ અને સરકારની ભૂમિકા. પેપર લીકની ફરિયાદથી જે શરૂ થયું તે ધીમે ધીમે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું. કાર્યકર્તાઓ, કલાકારો, ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષો સહિત વિવિધ જૂથો વ્યક્તિગત…
London,તા.28 સ્કોટલેન્ડમાં ટોક્યો નામનો પાંચ વર્ષનો બ્લેક લેબ્રડોર તેની માલિકણ સાથે ટ્રેકિંગ કરવા ગયો હતો. થોડેક ઊંચે ચડયા પછી અચાનક જ ટોક્યો ખૂબ જ એનર્જેટિક થઈ ગયો હોય એવું લાગ્યું. એ એટલી ઝટપટ ગતિએ પહાડ ચડવા લાગ્યો કે એની ઓનર ક્રિસ્ટિના બ્લુહેમને ચિંતા થવા લાગી. જોકે આ તરવરાટ બહુ લાંબો ન ચાલ્યો. પહાડની ટોચ પર લગભગ પહોંચવાનાં જ હતાં ત્યાં અચાનક ટોક્યોના પગ લથડવા લાગ્યા અને થોડી વારમાં તો એ બેહોશ થઈને પડી ગયો. ક્રિસ્ટિનાએ તાત્કાલિક રેસ્ક્યુ-ટીમની મદદ લઈને સ્ટ્રેચર પર સુવડાવીને ટોક્યોને નીચે ઉતાર્યો હતો. જ્યારે નીચે આવીને તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એના લોહીમાં ગાંજાના…
Paris, તા. 28 ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં બે રસોડામાં વપરાતી મોટી છરીઓ (બુચર નાઈફ) સાથે એક વ્યક્તિએ રસ્તા પર જઈ રહેલી 3 મહિલાઓ પર અચાનક હુમલો કરી દીધો હતો. ઉત્તરી પેરિસના પોર્ટે ડી ક્લિચી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 19, 24 અને 36 વર્ષની મહિલાઓ ઘાયલ થઈ છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, હુમલાખોર બૂમો પાડીને કહી રહ્યો હતો કે તેને અલ્લાહ તરફથી આ હત્યા કરવાનો આદેશ મળ્યો છે. ઘટના સમયે રસ્તા પર પસાર થઈ રહેલાં લોકોએ ભારે હિંમત અને સુઝબુઝ બતાવી હતી. મોહમ્મદ-અલી બુહદજાર નામનાં 26 વર્ષનાં…
Islamabad,તા.28 પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીમાં સોમવારે મતદાન દરમિયાન અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી. ચુંટણીમાં ગરબડના આરોપો લાગ્યા છે. અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હતી અને અથડામણ સુરક્ષા દળો પર ફાયરીંગના આરોપો લાગ્યા છે. સૂત્રો અનુસાર રાવલાકોટમાં પાક રેન્જર્સના ફાયરીંગમાં 19 દેખાવકારોના મોત થઈ ગયા છે, જયારે અનેક ડઝન લોકો ઘાયલ થયા છે. અહીના લોકોએ મોટા પ્રમાણમાં ચુંટણીનો બહિષ્કાર કર્યો છે, જેને લઈને ચુંટણી પર સવાલો ઉભા થયા છે. સૌથી મોટી ઘટના ભીંબરમાં બની હતી, જયાં મતદાન કેન્દ્ર પર અલગ-અલગ રાજનીતિક દળોના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. પાકિસ્તાની મીડીયા મુજબ એક મતપેટીને કથિત રીતે છીનવી લેવામાં આવી હતી…
New Delhi તા. 28 રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની જાણીતી કંપની સુઝલોન એનર્જીએ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં 305 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષનાં સમાનગાળાના 324 કરોડ રૂપિયાની સરખામણીમાં લગભગ 6 ટકા ઓછો છે. જો કે, ચોખ્ખો નફો ઘટવા છતાં કંપનીની કામગીરીમાંથી થતી આવક 22.5 ટકા વધીને 3,819 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અગાઉનાં વર્ષનાં સમાન સમયગાળામાં 3,117 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન કંપનીની કુલ આવક પણ 22 ટકાથી વધુ વધીને 3,862.5 કરોડ રૂપિયા થઈ છે. આ નાણાકીય પરિણામો જાહેર થતાં જ શેરબજારમાં કંપનીનાં શેર પર નેગેટિવ અસર જોવા મળી હતી અને બીએસઈ પર સુઝલોનનો…
New Delhi, તા. 28 દવા અને હેલ્થકેર ક્ષેત્રની દિગ્ગજ કંપની જોનસન એન્ડ જોનસન (J&J) એ તેના બેબી પાવડર અને અન્ય ટાલ્ક આધારિત પ્રોડક્ટ્સથી ઓવેરિયન કેન્સર થવાના આક્ષેપ કરતાં આશરે 76,000 કેસોને ઉકેલવા માટે 5.5 અબજ ડોલર ચૂકવવાની સંમતિ દર્શાવી છે. કોર્પોરેટ ઈતિહાસનાં સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી વિવાદોમાંના એક એવા આ કેસને પૂરો કરવા માટે આ એક મોટું પગલું છે, પરંતુ આ કરાર ત્યારે જ અમલી બનશે જ્યારે ઓછામાં ઓછા 95 ટકા દાવાકર્તાઓ (ક્લેમર્સ) તેને સ્વીકારશે. કંપનીએ હંમેશાં પોતાનાં પાવડર આધારિત ઉત્પાદનો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો અને તેમાં એબેસ્ટોસ કે કેન્સરકારક તત્વો ન હોવાનો દાવો કર્યો છે. જો કેન્સરના દાવાઓમાં દમ ન…
Bhopal, તા.28 ક્નઝયુમર (મુસાફર) સેટીસ્ફેક્શન (સંતોષ) ઇન્ડેક્સમાં `ટોપ’ રેન્ક મેળવનાર મધ્ય પ્રદેશના ખજુરાહો એરપોર્ટ પર એક પણ ફ્લાઇટનું ઉડાન ન હોવાનો ખુલાસો થયો છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ખજુરાહો એરપોર્ટને ટોપ રેન્ક આપ્યો હતો. હવે જુલાઇ-ઓગસ્ટમાં આ એરપોર્ટ પરથી એકપણ ફ્લાઇટનું સંચાલન ન રહેતા સમગ્ર રેન્કીંગ પધ્ધતિ સામે ગણગણાટ શરૂ થયો છે. આ એરપોર્ટ પરથી વારાણસી સાથે દિલ્હીના બે રૂટ પર જ વિમાની ઉડ્યન થતું હતું અને હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે ખજુરાહો એરપોર્ટના ટર્મીનલનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું પરંતુ પ્રથમ વિમાની ઉડાન 1978માં થઇ હતી. ખજુરાહો એરપોર્ટ પરથી મુખ્યત્વે…
Kanpur તા. 28 બરફીલા વિસ્તારોમાં તૈનાત ભારતીય સૈનિકોની સુરક્ષા માટે કાનપુરમાં નવી વર્દી બનાવવામાં આવી રહી છે. આ વર્દી હિમસ્ખલન (એવલાંચ) કે બરફીલા તોફાનમાં સૈનિકના બરફ નીચે દબાઈ જવા પર તેની લોકેશન પોતે જ રેસ્ક્યૂ ટીમ સુધી પહોંચાડશે, જેથી તેને ઝડપથી શોધીને બચાવી શકાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, સ્માર્ટ વર્દીમાં ખાસ ઇલેક્ટ્રોનિક સર્કિટ લગાવવામાં આવી રહ્યાં છે. આ માટે વીજળી પહોંચાડનારી શાહી (ઇલેક્ટ્રિકલી ક્નડક્ટિવ ઇંક) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સર્કિટોને જીપીએસ, નાની ઇલેક્ટ્રોનિક ચિપ અને અલગ-અલગ સેન્સર સાથે જોડવામાં આવશે. આ ટેકનિકને કપડાની અંદર જ લગાવવામાં આવશે, જેથી સૈનિકોને કોઈ અલગ ભારે ડિવાઇસ સાથે રાખવું ન પડે. વર્દીને…
