Author: Vikram Raval

New Delhi, તા. 28 દેશમાં ઓગસ્ટ મહિનાથી દૈનિક વપરાશની ચીજવસ્તુઓ (FMCG), ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે મોટો ભાવવધારો થવા જઈ રહ્યો છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલાં તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે કાચા માલના ભાવ વધ્યાં છે. આ ઉપરાંત દરિયાઈ માલવાહક ભાડાં (ફ્રેટ રેટ) માં થયેલો વધારો અને રૂપિયાનાં મૂલ્યમાં થઈ રહેલી વધ-ઘટને કારણે ઉત્પાદન ખર્ચ વધી જતાં કંપનીઓએ ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. ચાલું વર્ષે મોટાભાગની કેટેગરીમાં આ ત્રીજો ભાવવધારો હશે. આગામી મહિનાથી પેક્ડ ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર વાહનોની કિંમતોમાં 6 થી 8 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. જોકે, કંપનીઓ આશા…

Read More

New Delhi તા.28 જો આપ ટિકિટ બુક કરાવવા માટે રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાવ છો તો 1 ઓગષ્ટથી નિયમમાં મોટો ફેરફાર થનાર છે. ઈન્ડીયન રેલવેએ તત્કાલ ટિકિટની કાઉન્ટર બુકીંગ માટે નવી ટોકન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેનો ઉદેશ કાઉન્ટર પર ભીડ ઓછી કરવા અને યાત્રીઓની બુકીંગ પ્રક્રિયાને સરળ બનાવવાની છે. નવી સિસ્ટમમાં તત્કાલ ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને પહેલા ટોકન આપવામાં આવશે, ત્યારબાદ તે ટોકનના હિસાબે તેમનો વારો આવશે અને ટિકિટ બુક કરવામાં આવશે. આથી કાઉન્ટર પર ધકકામુકી અને લાંબી લાઈનની પરેશાની ઘટવાની આશા છે.  આ નવી ટોકન સિસ્ટમથી યાત્રીઓને એ ફાયદો થશે કે તેમણે તત્કાલ ટિકિટ માટે વારંવાર…

Read More

Jammu and Kashmir તા.28 અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ ગાંદરબાલ જિલ્લાના ગુંડના હરિગનીવાન વિસ્તારમાં `એસ’ વળાંક પાસે અનિયંત્રીત થઈને ખાઈમાં ખાબકતા ડઝનબંધ જેટલા યાત્રીઓ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી હતી. દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે તરત બચાવદળને ઘટનાસ્થળે મોકલ્યું. ગુંડ પોલીસે સ્થાનિક લોકોની મદદથી યાત્રીઓને બસમાંથી સુરક્ષિત બહાર કાઢયા અને તેમને તાત્કાલીક પ્રાથમીક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અનેક યાત્રીઓની હાલત ગંભીર છે. બચાવ અભિયાનમાં આઈટીબીપીના જવાનોએ પણ ભાગ લીધો હતો.

Read More

Himachal,તા,28 પ્રવાસન-પર્વતીય રાજ્ય એવા હિમાચલ પ્રદેશમાં ફરી હવામાન પલ્ટો સર્જાયો છે. મોડી રાતથી ભારે વરસાદનો દોર શરૂ થયો છે અને આવતા ચાર દિવસ `ભારે’ રહેવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, મંડી, શિમલા તથા સિરમૌર જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. સાથોસાથ પૂરની પણ ચેતવણી આપવામાં આવી છે. શિમલામાં પણ એકધારો વરસાદ વચ્ચે લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.કુલ્લુમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે એક ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વ્યાપક વરસાદ થવાની આગાહી કરી છે.

Read More

New Delhi,તા,28 વાહન માલિકો પરના પાલનના ભારણને હળવું કરવા માટે, સરકારે છ વર્ષ સુધીના ખાનગી ભારત સ્ટેજ-6 (BS-6) વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ હેઠળ પ્રમાણપત્ર (PUCC) ની માન્યતા વર્તમાન એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, છ થી 10 વર્ષ જૂના ઇજ-6 વાહનોએ દર બે વર્ષે અને 10 વર્ષથી વધુ જૂના વાહનોએ દર છ મહિને તેમનું PUCC પ્રમાણપત્ર રિન્યુ કરાવવું પડશે. BS-4 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા તમામ મોટર વાહનોએ દર છ મહિને તેમના PUCC રિન્યુ કરાવવા પડશે. વધુમાં, ઇજ-1, BS-2 અને BS-3 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા તમામ મોટર…

Read More

New Delhi,તા,28 કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ઈન્સ્ટાગ્રામ પર દેશના યુવાઓને સંબોધતા તથા સરકારે જાહેર કરેલા પગલામાં પક્ષે માહિતી આપતા ત્રણ રીલ- છેલ્લા ચાર દિવસમાં પોસ્ટ કર્યા હતા તેમાં વડાપ્રધાનની સામે અનિચ્છનીય વિધાનો કરતા તથા તેમના શબ્દો- હાવભાવ સાથે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી જે સેંકડો રીલ વાઈરલ થઈ રહી છે તેને દુર કરવા સરકારે ઈન્સ્ટાગ્રામની કંપની મેટાને આદેશ આપ્યા છે. શ્રી મોદીએ આ લોકપ્રિય સોશ્યલ મીડીયાથી યુવાઓ સુધી પહોંચવા સંબોધન કર્યા હતા પણ તેની સામે કોઈ એજન્ડા મુજબ જ વડાપ્રધાનની મજાક ઉડાવતા- તેમના વિધાનોની સાથે ચેડા કરી વિકૃત રીતે રજુ કરતા તેમાં અસંખ્ય પ્રકારના…

Read More

New Delhi તા.28 પેન્ડીંગ ચલણ, એકસીડન્ટ વાળી ગાડી, પોલ્યુશન વિના કે ઈુસ્યોરન્સ સહિત કોઈ આપરાધિક ગતિવિધિમાં ઉપયોગી ગાડીને વેચવી સરળ નહીં રહે. આ જ રીતે બીએસ-6 ગાડીઓને પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) રિન્યુ કરાવવામાં ત્રણ વર્ષની રાહત આપવા જેવા મામલામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવા નિયમ બનાવવા જઈ રહ્યું છે. આ બારામાં મંત્રાલયે ડ્રાફટ નોટિફીકેશન ઈશ્યુ કરી લોકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચનો માંગ્યા છે. જેથી તેમના માટે નવા નિયમો લાગુ થાય તો તેમને કોઈ પરેશાની ન નડે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરેખર તો ઘણીવાર ડીલર જે પણ ખરીદનારને ગાડી વેચે છે તેને ઘણીવાર મહિનાઓ સુધી અસલ માલિકને ટ્રાન્સફર નથી…

Read More

Rajkot, તા.28 રાજકોટમાં માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. સાંજે રઘુવંશી પરિવારમાં ત્રણેયે સભ્યોએ પોતાના ઘરે સોડા સાથે ઝેરી દવા ગટગટાવી પગલું ભર્યું હતું. ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખસેડતા પ્રથમ માતા બાદ પિતા અને છેલ્લે પુત્રએ પણ દમ તોડી દીધો હતો. મૃતક પિતા દિલીપભાઈ ખખ્ખર આર એન્ડ બી ના નિવૃત કર્મચારી હતા, પુત્ર કંઈ કામ ધંધો કરતો નહોતો, વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાંની દિશામાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે યોગેશ્વર પાર્ક નજીક અંજતા પાર્કમાં ડી-9 નંબરના બ્લોકમાં રહેતા દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (ઉંમર…

Read More

અજાણ્યા શખ્સો ઇજાગ્રત હાલતમાં યુવાનને ઘરે ફેંકી ગયા બાદ સારવારમાં દમ તોડ્યો : ન્યાયની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર Rajkot,તા.27 શહેરના રૂખડિયાપરામાં રહેતા 23 વર્ષીય યુવકને ચા પીવા લઇ જવાના બહાને ઘરેથી મિત્ર લઇ ગયા બાદ તેને ઢોર માર મારી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ઘર પાસે બેભાન હાલતમાં ફેંકી ગયા બાદ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સિવિલ હોસ્પિટલે એકઠા થયેલા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેલવે સ્ટેશન સામે આવેલ રૂખડિયાપરામાં જૂની…

Read More

વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાની ચર્ચા Rajkot,તા.27 રાજકોટમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ યોગેશ્વર પાર્કમાં રહેતા પીડબલ્યુડીના નિવૃત કર્મચારીએ આર્થિક ભીંસથી કંટાળી પત્ની અને પિત્રુ સાથે ઝેરી દવા ગટગટાવી લેતા પત્નીનું મોત નીપજ્યું છે જયારે પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સામુહિક આપઘાતનું પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર યોગેશ્વર પાર્કમાં રહેતા…

Read More