- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
નોકરીથી છૂટીને ઘરે જતી વેળાએ પ્રૌઢને નડ્યો અકસ્માત, પરિવારમાં શોક Rajkot,તા.27 શહેરના માંડા ડુંગર નજીક આવેલ હાઇવે સર્વિસ રોડ પર પ્રૌઢ નોકરી પૂરી કરીને પગપાળા ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ઘવાયેલા પ્રોઢને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, માંડા ડુંગર વિસ્તારમાં આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતા રવજીભાઈ વાલજીભાઈ પરમાર (ઉં.વ. ૫૮) સાંજના આશરે ૫:૩૦ વાગ્યાના સુમારે તેઓ પોતાની નોકરી પૂરી કરીને ચાલીને ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન, ભવાની…
પુત્રની નજર પડતા માતા લટકતી હાલતમાં જોવા મળી Rajkot,તા.27 શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે, પુત્રની નજર પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં રહેતા રંજનબેન રસિકભાઈ વાળા (ઉં.વ. ૮૦) ગઈકાલે બપોરના આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે તેમના પુત્રએ માતાને લટકતી હાલતમાં જોઈ જતાં તુરંત નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે,…
કલેક્ટર કચેરી નજીક જુગાર રમતા છ શખ્સની રૂ.૨૩ હજાર સાથે ધરપકડ Rajkot,તા.27 શહેરમાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સદર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરીજન વાસમાં મકાનમાં અને કલેકટર કચેરીની સામે આવેલા સરકારી ક્વાર્ટર નજીક પ્ર. નગર પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલા સહિત ૧૬ પતા પ્રેમીને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૪૨ હજારની રોકડ કબ્જે કરી છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જાણે જુગારને મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે પ્ર. નગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, સદર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરિજન વાસ શેરી નંબર ૦૬ માં રહેતા રાજેશ ભીખુભાઈ…
એક લાખ લઈ નાસી ગયેલો પતિ ફરી ₹૩૫ હજાર લેતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ પતિએ માર માર્યો Rajkot,તા.27 શહેરની ભાગોળે આવેલા કુવાડવા વિસ્તારમાં નાણાકીય બાબતે ઘરકંકાસમાં પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. અગાઉ સગી ભાણેજને ભગાડી ગયેલો પતિ ફરી ઘરેથી મોટી રકમ લઈ જતાં થયેલા ઝઘડામાં બનાવ બન્યો હતો, પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવામાં રહેતી અને રૂડાનગરમાં નોનવેજની હોટલ ચલાવતી અલ્પાબેન અમિતભાઈ વાળા(ઉં ૩૮) ગઈકાલે બપોરે પોતાના ઘરે હતી ત્યારે પતિ અમિત વાળા સાથે બોલાચાલી થઈ હતી. તકરાર ઉગ્ર બનતાં અમિતે ઉશ્કેરાઈને પત્ની અલ્પાબેન પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં લોહીલુહાણ થઈ…
પોલીસે લોકસહયોગથી ₹૯.૫૦ લાખના ખર્ચે ૨૬ સીસીટીવી કેમેરા મુકાવ્યા, ગુનેગારો પર બાજ નજર રાખશે કેમેરા Rajkot,તા.27 આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુજરી બજાર અને માંડાડુંગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાખોરી પર લગામ કસવા માટે આજીડેમ પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોના લોકસહયોગથી રૂપિયા ૯,૫૦,૦૦૦ના ખર્ચે કુલ ૨૬ હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ગોઠવી આજીડેમ પોલીસ ચોકી ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ એમ, આજીડેમ ચોકડી નજીક દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં અસામાજિક તત્વો દ્વારા ચોરી અને મિલકત સંબંધી ગુના આચરવામાં આવતા હતા. ટેક્નિકલ સર્વેલન્સના અભાવે આરોપીઓ…
તમામ મુસાફરો ઉતર્યા બાદ પણ યુવક ન ઊઠતાં કંડક્ટરે તપાસ કરતા મામલો સામે આવ્યો Ahmedabad,તા.૨૭ મોરબી બસ સ્ટેન્ડ ખાતે એક ચકચારી ઘટના સામે આવી છે. મોડાસાથી મોરબી પહોંચેલી એક એસટી બસમાંથી એક યુવક રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા બસ સ્ટેન્ડ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાની મળતી માહિતી અનુસાર, મોડાસાથી ઉપડીને મોરબી પહોંચેલી એસટી બસ બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી હતી. બસમાં સવાર તમામ મુસાફરો એક પછી એક નીચે ઉતરી ગયા હતા, પરંતુ એક યુવાન પોતાની સીટ પરથી ઊભો થયો ન હતો. એસટી બસના કંડક્ટરે તેને ઉતારવા…
વાઇસ ચાન્સેલરે નિષ્પક્ષ તપાસની આપી ખાતરી, અનિયમિતતા સાબિત થશે તો કડક કાર્યવાહીનું આશ્વાસન Ahmedabad,તા.૨૭ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા અને નાણાકીય વ્યવહારોને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી, મનસ્વી પગારધોરણ અને સરકારી ગ્રાન્ટના કથિત દુરુપયોગના મુદ્દે સત્તાધીશોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વિદ્યાર્થી સંગઠને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની વસૂલાત કરવાની માંગ કરી છે. ના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં યુજીસીના નિયમોનું પાલન કર્યા વિના એન્જિનિયર, ચીફ એકાઉન્ટન્ટ, ફાયર અને લીગલ ઓફિસર તેમજ વિવિધ કેન્દ્રોના ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દાઓ પર ભરતી કરવામાં આવી હોવાનું આરોપ છે. સંગઠનનો…
ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ, સ્થાનિકોએ ભારે વાહનો સામે કડક કાર્યવાહી અને સ્પીડ નિયંત્રણની કરી માંગ Surat,તા.૨૭ સુરત શહેરના કવાસ વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત થયું છે. ઘર નજીક નિરાંતે રમી રહેલા બાળકને પૂરઝડપે આવેલા ટ્રેલરે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, કવાસ વિસ્તારમાં રહેતું ત્રણ વર્ષનું બાળક પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહ્યું હતું. તે દરમિયાન એક ટ્રેલર રહેણાંક વિસ્તારના રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રેલર…
ફેક્ટરીઓમાં પાણી ઘૂસતાં મશીનરી અને કાચા માલને નુકસાન, હજારો શ્રમિકોનું કામકાજ પ્રભાવિત Ahmedabad,તા.૨૭ અમદાવાદ જિલ્લાના સાણંદ ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકારને કારણે ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ કરોડનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો પણ બંધ રહેતાં સ્થિતિ વધુ વિકટ બની છે. આ મુદ્દે રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ પાણીના નિકાલ અને વીજળી પૂર્વવત કરવાની માંગ સાથે ‘હલ્લાબોલ રેલી’ યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે…
છાતીમાં દુખાવો અને તાવ બાદ તબિયત લથડતાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સફળ મેડિકલ ઇવેક્યુએશન ઓપરેશન પાર પાડ્યું Porbandar,તા.૨૭ અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને ઉછળતા દરિયાઈ મોજાં વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પોતાની સાહસિકતા અને ઝડપી કામગીરીનો પરિચય આપ્યો છે. પોરબંદર નજીક દરિયામાં આવેલા વેપારી જહાજ પર ફરજ બજાવી રહેલા ૨૧ વર્ષીય નાવિકની અચાનક તબિયત બગડતાં કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આશરે ૧૫૦ ફૂટની ઊંચાઈએથી જોખમી મેડિકલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સફળતાપૂર્વક તેનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ૨૫ જુલાઈની રાત્રે મુંબઈ સ્થિત મેરિટાઇમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પોરબંદર સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને ઇમરજન્સી સંદેશ મળ્યો હતો. વેપારી જહાજ…
