Author: Vikram Raval

Hyderabad, તા. 27 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે હૈદરાબાદ ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, LGBTQ+ સમુદાયના લોકો સદીઓથી ભારતીય સમાજનો જ એક ભાગ રહ્યાં છે. તેથી તેઓ સમાજમાંથી બહિષ્કાર નહીં, પરંતુ આદર અને સ્વીકૃતિ મેળવવા માટે હકદાર છે. તેમણે ઉમેર્યું કે ભારતીય પરંપરામાં આવા સમુદાયોની હાજરીને લાંબા સમયથી માન્યતા આપવામાં આવી છે અને સમાજમાં તેમનાં માટે સ્થાન પણ બનાવવામાં આવ્યું છે. પોતાનાં સંબોધનમાં મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું હતું કે, “LGBTQ+ અને આ તમામ સમુદાયોનું સમાજમાં અસ્તિત્વ છે. આવી પ્રવૃત્તિઓ સમાજમાં જોવા મળે છે; જેમાંથી કેટલીક કુદરતી (જન્મજાત) હોય છે, જ્યારે કેટલીક પાછળથી માનસિક કે શારીરિક ઝુકાવને…

Read More

Gandhinagar, તા.27 ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ કોર્ટોમાં રજૂ થતા અરજીઓ, પિટિશન, સોગંદનામા અને અન્ય ન્યાયિક દસ્તાવેજોના ફોર્મેટિંગ અને પેપર અંગેનો સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ નવા નિયમોનો 1 ઓગસ્ટ, 2026થી ફરજિયાત અમલ શરૂ થઈ શકે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ તારીખ બાદ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. પરિણામે રાજ્યભરના વકીલો, કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ કારકુનોએ પોતાની ઓફિસોમાં પ્રિન્ટિંગ અને ડ્રાફિ્ંટગની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવા પડશે. પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતા તમામ અરજીઓ, પિટિશન, સોગંદનામા તથા અન્ય દસ્તાવેજો હવે માત્ર એ-ફોર સાઇઝના પેપર પર જ રજૂ કરી શકાશે. સાથે જ પર્યાવરણને…

Read More

New Delhi, તા.27 દેશમાં નોન-લાઇન ઇન્સ્યોરન્સ કંપનીઓ વાહનોના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ વધારવા માગે છે તેના માટે વીમા કંપનીઓ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડા પાસેથી માંગ કરી રી છે. જો આમ થાય તો 2022થી 4 વર્ષ બાદ આ પહેલી ઘટના બનશેકે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે. સતત વધતા અન્ડરરાઇટીંગ નુકશાન અને ક્લેમના ખર્ચમાં ભારે વધારાને લઇને કંપનીઓ પ્રીમિયમ વધારવાની માંગ કરી રહી છે. મોટર ઇન્સ્યોરન્સ સેગ્મેન્ટની સાઇઝ 1 લાખ કરોડથી વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે મોટર ઇન્સ્યોરન્સમાં અન્ડર રાઇટીંગ બોસ ત્યારે થાય છે જ્યારે કોઇ વીમા કંપની, વાહન માલિકો પાસેથી મળતા પ્રિમીયમની તુલનામાં ક્લેમમાં વધુ રકમનું પેમેન્ટ કરે છે. રિપોર્ટ અુનાસર…

Read More

Mumbai, તા. 27 કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટા, એક્સ અને ગૂગલ/યુટ્યુબ જેવી અગ્રણી સોશિયલ મીડિયા કંપનીઓ સામે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની કેસ દાખલ કરવાની પરવાનગી મેળવી લીધી છે. આ તમામ પ્લેટફોર્મ્સ પર તેમનાં અને તેમનાં પરિવાર વિરુદ્ધ ઈ-20 ઇથેનોલ પોલિસીને લઈને વાંધાજનક, ડીપફેક અને બદનક્ષીભરી સામગ્રી વાયરલ કરવામાં આવી રહી છે. બોમ્બે હાઈકોર્ટનાં જસ્ટિસ અભય અહૂજાની બેંચે મંત્રી ગડકરીને `ક્લોઝ XII’ હેઠળ અરજી મંજૂર કરીને આ ડિજિટલ પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા ક્નટેન્ટ ક્રિએટર્સ સામે સિવિલ સૂટ દાખલ કરવાની લીલી ઝંડી આપી છે. આ પ્રકારની ફેક અને ડીપફેક સામગ્રી મુંબઈ સહિત સમગ્ર દેશનાં ઇન્ટરનેટ યુઝર્સ સુધી પહોંચી રહી હોવાથી…

Read More

New Delhi, તા.27 આવનારો ઓગસ્ટ મહિનો શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ઉત્સાહજનક રહેવાનો છે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, 12 કરતાં પણ વધુ કંપનીઓ ઓગસ્ટ મહિનામાં તેમના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની તૈયારી કરી રહી છે. આ તમામ કંપનીઓ મળીને પ્રાથમિક બજારમાંથી રૂ।.25,000 કરોડથી વધુ રકમ એકઠી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. શેરબજારમાં જોવા મળી રહેલી સ્થિરતા અને રોકાણકારોના સકારાત્મક વલણને કારણે જે કંપનીઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી, તેઓ હવે પોતાનાં આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. આ આઈપીઓ રેસમાં સૌથી મોટો ધમાકો ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો કરવાનો છે, જે લગભગ રૂ।.8,010 કરોડનાં નવા શેર બહાર પાડશે અને સાથે ઓનર્સ પોતાનાં…

Read More

New Delhi, તા.27 કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા વ્યવહારો પર દેખરેખ વધારવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ ક્રિપ્ટો એસેટ્સની રિપોર્ટિંગ માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. આ નિયમોનો હેતુ ક્રિપ્ટો વ્યવહારોને વધુ પારદર્શી બનાવવાનો, ટેક્સ કમ્પ્લાયન્સને મજબૂત કરવાનો અને કર ચોરી પર રોક લગાવવાનો છે. જોકે, આ દિશા-નિર્દેશો હેઠળ ક્રિપ્ટો રોકાણકારો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. સરકારે માત્ર રિપોર્ટિંગ વ્યવસ્થાને કડક બનાવી છે. ક્રિપ્ટો એક્સચેન્જોની વધશે જવાબદારી  નવા નિયમો હેઠળ ક્રિપ્ટો એક્સચેન્જો અને અન્ય રિપોર્ટિંગ ક્રિપ્ટો-એસેટ સેવા પ્રદાતાઓએ પોતાનાં ગ્રાહકોની પૂરી માહિતી એકઠી કરવી પડશે. તેમાં ગ્રાહકના કેવાયસી (KYC), ટેક્સ…

Read More

New Delhi,તા.27 કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર સહિત દેશભરમાં થયેલા આંદોલનના પગલે હવે નીટ સહિતના પરિક્ષા-ભરતી પેપર લીક રોકવા એક બાદ એક પગલા લઈ રહેલી મોદી સરકાર હવે આજે લોકસભામાં એન્ટી પેપર લીક ખરડો રજુ કરશે. કોકરોચ આંદોલન સમયે જ વડાપ્રધાન મોદીએ પેપર લીકમાં 10 વર્ષની જેલ સજા 10 કરોડના દંડ સહિતની મહત્વની જોગવાઈ સાથે ખાસ ખરડો લઈ આવવા જાહેરાત કરી હતી. ગઈકાલે જ ટાસ્ક ફોર્સ રચવા જાહેરાત કરી છે તો આજે લોકસભામાં પીએમઓ કાર્યાલયના મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ હવે વડાપ્રધાનની જાહેરાત મુજબનું એન્ટી પેપર લીક ખરડો રજુ કરાશે અને તેના પર 10 કલાકની ચર્ચાનો સમય ફાળવવામાં આવ્યા છે. આ નવા…

Read More

New Delhi,તા.27 કોકરોચ આંદોલનને પગલે શનિવારે રાજીનામુ આપનાર પુર્વ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભામાં હાજરી આપવા પહોંચ્યા તો ભાજપ અને એનડીએના સાંસદોએ તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું.બાદમાં તેમને સંસદમાં લઈ ગયા હતા. એ ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો સરકાર બચાવ કરી રહી છે અને હવે આ રીતે તેમનું સ્વાગત એ શાસક પક્ષ એ કરીને નવો વિવાદ છેડયો છે.

Read More

New Delhi તા.27 દિલ્હીમાં જંતર મંતર આંદોલન સમયે થયેલા લાઠીચાર્જ તથા પેલેટ ગનના ઉપયોગ તથા બિહારમાં પણ એ.કે.47 જેવા હથિયારના ઉપયોગથી હવે નવો વિવાદ શરુ થયો છે અને સુપ્રીમકોર્ટે વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાર સંબંધી તમામ પાસાઓની સુનાવણી કરવા નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે આજે એક રિટ સમયે મહત્વપુર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે શાંતિપુર્ણ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે. લાઠીચાર્જ યોગ્ય ગણાય નહી. નાગરિકોના આ અધિકારનો ઈન્કાર કરી શકે નહી. હવે સર્વોચ્ચ અદાલત આ મામલે આવતીકાલે તમામ અરજીઓ પર એકી સાથે સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી.મોહનાનો સમાવેશ થયો…

Read More

New Delhi,તા.27 કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના પગલે શિક્ષણ મંત્રીના રાજીનામાથી જોશમાં આવી ગયેલા વિપક્ષ હવે આંદોલનમાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનોએ યુવા આંદોલનકારીઓને બેરહેમીથી જે માર માર્યા તે ઉપરાંત રામમંદિર દાનચોરી મુદે સરકારને ભીસમાં લેશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ અંગે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખી આ અંગે જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી છે. ખાસ કરીને પેલેટ ગનના ઉપયોગ એ સૌથી મોટો મુદો બની જશે. રેપીડ એકશન ફોર્સ પણ સ્વીકાર્યુ કે, વધુ પડતો બળપ્રયોગ થયો હતો. હવે વિપક્ષ આ મુદે ધમાલને વડાપ્રધાન દેશની માફી માંગે તેવી માંગણી કરશે. રાહુલ ગાંધીએ તેમના પત્રમાં અમાનુષી અત્યાચાર તથા બળનો ઘાતકી ઉપયોગ…

Read More