Author: Vikram Raval

Ghaziabad,તા.27 જંતર મંતર પર છાત્રોને ખાવાનું પીરસનાર મોહમ્મદ જુનૈદના ઘેર પોલીસ પહોંચી છે અને તેના પરિવાર અને સગા સબંધીઓની પુછપરછ કરી હતી અને તેમની પાસેથી દસ્તાવેજોની માંગણી ચકાસણી કરી હતી. જૂનૈદના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. જૂનૈદના પિતા મુસ્તુફાનો આરોપ છે કે યુપી પોલીસ તેના પરિવાર અને સગા સબંધીઓને પૂછપરછના નામે હેરાન કરી રહી છે. આ કારણે જૂનૈદની માની તબીયત બગડી ગઈ છે. જૂનૈદના પિતા કહે છે કે મારા દીકરાએ કોઈ ખોટું કામ નથી કર્યું, તે લોકોની સેવા કરતો હતો. તે બાળપણથી જ લોકોની સેવા કરે છે.

Read More

Amritsar,તા.27 આગામી માસમાં દેશભરમાં 15 ઓગષ્ટ સહિતના તહેવારોની મોસમ શરુ થઈ રહી છે અને રાજકીય વાતાવરણ પણ ગરમ છે. આ સમયે પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાના એક કાવતરાને નિષ્ફળ બનાવતા પોલીસે 1.3 કીલો અત્યંત સંવેદનશીલ વિસ્ફોટક તથા એઆઈડી કબ્જે કર્યા હતા અને તેમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પંજાબ પોલીસની ઈન્ટેલીજન્સ વીંગે જાલંધર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સક્રીય હોવાનું જાણ્યા પછી અહી જબરુ ઓપરેશન કર્યુ હતું. એક વ્યક્તિના કબ્જામાંથી અનેક વિસ્ફોટ કરી શકાય તેટલા 1.3 કીલો અત્યંત શક્તિશાળી વિસ્ફોટકો તથા વિસ્ફોટ ટ્રીગર કરવા માટે જે એકસપ્લોઝીવ ડીવાઈઝનો ઉપયોગ કરાય છે તે અને સતબીરસિંહની…

Read More

New Delhi,તા.27 નીટ પેપર લીકના વિરોધમાં 36 દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. પ્રદર્શન સમાપ્ત થયાનાં બીજા જ દિવસે જંતર-મંતર ખાતે સફાઈ અભિયાન હાથ ધરીને દીવાલો પરથી વિરોધના નિશાન અને નારાઓ ભૂંસી નાખવામાં આવ્યાં હતાં. તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરીને અને કલર કામ કરીને વિરોધના નિશાન હટાવવાના પ્રયાસો થયા હોવા છતાં, સ્થળ પર તૂટેલાં કાચવાળી ગાડીઓ આંદોલનની તીવ્રતા બતાવી રહી હતી. આસપાસના દુકાનદારોએ દુકાનો ખુલતા રાહત અનુભવી હતી, તો બીજી તરફ અજાણ્યા લોકોએ સાથે મળીને કચરો પણ સાફ કર્યો હતો. બપોર પછી પોલીસે ભેગા થયેલા ટોળાને વિખેરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હાજર લોકોએ સ્પષ્ટ…

Read More

New Delhi,તા.27 બેન્કોમાં જો તમારી બાંધી મુદતની થાપણો હોય અને તેને ઓટો રિન્યુઅલમાં મુકી હોય તો પણ સમયાંતરે ચેક કરતા રહેજો કે તમારી આ થાપણો પર કોઈ ઓવરડ્રાફટ કે લોન લેવાઈ ગઈ નથી. ગ્રાહકો બેન્કોના ભરોસે ચાલતા હોય છે એવા ગ્રાહકોની મોટી સંખ્યા છે જે બેન્ક થાપણો મુકીને ભુલી જાય છે. ખાસ કરીને એનઆરઆઈ આ પ્રકારની થાપણો મુકયા બાદ બે થી પાંચ વર્ષ ભારત આવે છે. આવી આઈડલ થાપણોનો ઉપયોગ બેન્કના મીડલેવલના અધિકારીઓ પોતાના નાણાકીય વ્યવહારમાં તેના પર ધિરાણ મેળવીને હાલમાં જ એક એનઆરઆઈ મહિલાને આવો અનુભવ થયો જેણે કદી લોન લીધી ન હતી તેવી થાપણો પર બેન્કનો `લીયન’ પ્રથમ…

Read More

Mumbai,તા.27 તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષની રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. રવિવારે તેમના ફેન્સ ક્લબ દ્વારા આયોજિત એક ભવ્ય રક્તદાન શિબિરમાં ધનુષ દ્વારા આપવામાં આવેલા ભાષણે આ ચર્ચાઓને જોરશોરથી હવા આપી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધનુષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની ભીડ માત્ર ફિલ્મોની ઉજવણી માટે ભેગી ન થવી જોઈએ, પરંતુ આ એકતાનો ઉપયોગ સમાજ સેવાના કાર્યો માટે પણ થવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન પ્રશંસકોને સંબોધિત કરતા ધનુષે જણાવ્યું હતું કે આપણા આસપાસના લોકોની જરૂરિયાતોને સમજવી અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા…

Read More

Mumbai,તા.27 ‘કહાની’ ફિલ્મ વિદ્યા બાલનની કેરિયરમાં માઈલસ્ટોન ગણાય છે. જોકે, હવે તેણે આ ફ્રેન્ચાઈસીગુમાવી છે. ‘કહાની થ્રી’માં તેની જગ્યાએ યામી ગૌતમ ગોટવાઈ ગઈ છે.ચર્ચા મુજબ યામી ‘કહાની ૩’માં મુખ્ય ભૂમિકા નિભાવશે જ્યારે સુજોય ઘોષ દિગ્દર્શક તરીકે વાપસી કરશે. વિદ્યા બાલન અભિનિત અગાઉની ફિલ્મોથી વિપરીત ત્રીજા સંસ્કરણમાં સંપૂર્ણ રીતે નવી વાર્તા હશે. પ્રોજેક્ટ હાલ તો પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને સર્જકો શૂટિંગના સમયપત્રક નક્કી કરી રહ્યા છે.ચર્ચા મુજબ ફિલ્મ અગાઉના સંસ્કરણોને લોકપ્રિય બનાવનાર રહસ્મય વાતાવરણ જાળવી રાખીને ફ્રેન્ચાઈસીને વિસ્તારવામાં આવશે. યામીનાં પાત્રમાં નવા ટ્વિસ્ટ હશે જે અગાઉની વાર્તા સાથે સીધુ અનુસંધાન રાખ્યા વિના દર્શકોને નવો જ અનુભવ આપશે. પ્રોડક્શન ટીમ હાલ શૂટ…

Read More

Mumbai,તા.27 બેંગલુરુના બસ કંડક્ટરથી ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર સુધીના પ્રેરક સફરનો ઉલ્લેખ કરતી રજનીકાંતની અતિ પ્રતિક્ષિત આત્મકથા પરથી હવે ફીચર ફિલ્મ બની શકે છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટી નથી થઈ, પણ અહેવાલ અનુસાર સુપરસ્ટારે નિકટના સહયોગીઓ સાથે આ સંભાવના વિશે ચર્ચા કરી હોવાથી પ્રશંસકોનો ઉત્સાહ વધી ગયો છે.આ આત્મકથામાં રજનીકાંતના અંગત જીવન, શાનદાર કારકિર્દી, મહત્વના પડાવો અને તેમણે સામનો કરવા પડેલા પડકારોનું વિસ્તૃત વિવરણ થવાની આશા છે. અગાઉ તેની પુત્રી સૌંદર્યાએ પુષ્ટી કરી હતી કે દિગ્ગજ અભિનેતાએ પોતાની જીવન કથની લખવી શરૂ કરી દીધી છે. તેણે જણાવ્યું કે એમાં તેમના સંઘર્ષ, સમર્પણ અને સ્ટારડમ સુધીની અદ્ભુત…

Read More

Mumbai,તા.27 પ્રભાસ અભિનિત તેમજ ફિલ્મસર્જક સંદીપ રેડ્ડી વાંગાની આગામી એક્શન થ્રિલર ‘સ્પિરિટ’માં કેટરિના કૈફ કેમિયો કરી રહી હોવાની તાજેતરમાં શરુ થયેલી ચર્ચાને નકારી કાઢવામાં આવી છે.ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ અટકળો ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. તેમણે જણાવ્યું કે કેટરીનાને હાઈ પ્રોફાઈલ સાથે સાંકળતા આ અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી.અટકળો અનુસાર કેટરીના ફિલ્મમાં વિશેષ ભૂમિકા નિભાવશે, પણ પછી સૂત્રોએ ચોખવટ કરી કે આ દાવા સમગ્રપણે પુષ્ટી ન કરાયેલ માહિતી પર આધારીત છે અને તેનો કોઈ ઠોસ આધાર નથી.આ પ્રથમવાર નથી જ્યારે કેટરીનાની સમાવિષ્ટતા બાબતે ખોટી જાણકારી સામે આવી હોય. અગાઉ એક ઓટીટી પ્રોજેક્ટ દ્વારા તેની વાપસી બાબતેની અફવા પણ…

Read More

Mumbai,તા.27 માર્વેલ સ્ટુડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ (Avengers: Doomsday) નું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં ડાર્ક બેકગ્રાઉન્ડ સાથે ડોક્ટર ડૂમનો શક્તિશાળી અને રહસ્યમય અંદાજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પોસ્ટરની સાથે માત્ર બે જ શબ્દો લખવામાં આવ્યા છે – ‘ડૂમ્સડે ઈઝ કમિંગ’. આ ફિલ્મ 18 ડિસેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ લગભગ 4500 કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બની રહી છે, જેના કારણે તેને હોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રુસો બ્રધર્સ કરી રહ્યા છે અને ફેવરિટ એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર (Robert Downey Jr.)…

Read More

Mumbai,તા.27 જેની કાગડોળે વાટ જોવામાં આવી રહી હતી તે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવતાં ચાહકોમાં નિરાશા ફરી વળી હતી. સાન ડિયેગોમાં કોમિક કોન ખાતે નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડયૂસ કરાયેલા અને નિતેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું હતું પણ છેલ્લી ઘડીએ ઇવેન્ટ માંડી વાળવામાં આવી હતી. અને નવી તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.એક ચાહકે નારાજ થઇ જણાવ્યું હતું કે ‘ રામાયણ’ સાથે શું થઇ રહ્યું છે? કલાકો અગાઉ જ ટ્રેલર લોન્ચ કોઇ સ્પષ્ટ કારણ આપ્યા વિના વિલંબિત કરવામાં આવે તેના કારણે ધીરજથી રાહ જોઇ રહેલાં ચાહકો હતાશ થઇ…

Read More