- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Mumbai,તા.27 જેની કાગડોળે વાટ જોવામાં આવી રાહ જોવામાં આવી રહી છે તે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું પ્રમોશન વિદેશમાં શરૂ થઇ ગયું છે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો પડકાર ઝીલી રહેલાં રણબીર અને રાવણની ભૂમિકા ભજવી રહેલાં યશ વિદેશમાં ફિલ્મનો પ્રચાર કરવા પહોંચી ગયા છે. સાન ડિયેગોમાં કોમિક કોન ૨૦૨૬માં બોલતાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે મારા માટે રામાયણ ફિલ્મનુ મહત્વ એ અંગત કારણે પણ છે કે મારી પુત્રી રાહા ની આ પહેલી ફિલ્મ હશે જે તે મોટાં પડદે નિહાળશે. હું મારી પુત્રીને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ ઉત્સુક છું. રામાયણ તેના માટે મોટાં પડદે જોવાનારી પ્રથમ ફિલ્મ બની રહેશે. રામાયણની કથાનો…
Mumbai,તા.27 એક સમયે જેમની લવ સ્ટોરી જે શહેરમાં પાંગરી હતી તે ન્યુ યોર્કમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યારાય બચ્ચન સમી સાંજે ટહેલતાં જોવા મળ્યા હતા.તેમની આ ઇવનિંગ વોક દરમ્યાન એક ચાહકે મળીને તેમની સાથે સેલ્ફી ખેંચી તેને ઓનલાઇન મુકતાં તે વાઇરલ બની હતી. ફેને તેની પોસ્ટમાં બંને જણાંને બોલીવૂડનું સુંદર રોયલ કપલ તરીકે ઓળખાવ્યા હતા.અભિષેક ટી શર્ટ અને કેપમાં સજ્જ હતો જ્યારે ઐશ્વર્યા બ્લેક વસ્ત્રોમાં જોવા મળી હતી.અભિષેક અને ઐશ્વર્યા જાહેરમાં જ્વલ્લે જ સાથે જોવા મળતાં હોઇ તેમના ચાહકો બનેને સાથે જોઇ ખુશ થઇ ગયા હતા.અભિષેક અને ઐશ્વર્યા બંને વચ્ચે ૨૦૦૬માં ઉમરાવ જાન ફિલ્મ દરમ્યાન પ્રેમ પાંગર્યો હતો. ગુરુ ફિલ્મ દરમ્યાન…
Mumbai,તા.27 કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જાણીતી બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. શનિવારે એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા અભિજિત દીપકેનો એક વીડિયો શેર કર્યો હતો અને આકરા સવાલો પૂછ્યા હતા.વીડિયોમાં CJP નેતા અભિજિત દીપકે કહી રહ્યા છે કે હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, તેથી તેઓ કેબિનેટમાંથી ખરાબ પ્રદર્શન કરનાર કોઈપણ મંત્રીનું રાજીનામું માંગી શકે છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા શ્વેતા તિવારીએ લખ્યું, “હવે, પંજાબના શિક્ષણમંત્રી ક્યારે રાજીનામું આપી રહ્યા છે? અને કોકરોચ…
Mumbai,તા.27 યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ રીલિઝ કરવા માટે ૨૬ માર્ચ ૨૦૨૭ તારીખ નક્કી કરી લેવામાં આવી છે. હાલ આ ફિલ્મની શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે.આ એકશન રોમેન્ટિક ડ્રામામાં અહાન પાંડે, શર્વરી, ઐશ્વરી ઠાકરે અને બોબી દેઓલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થયું નથી.ફિલ્મની પ્રોડકશન અપડેટ આપતાં તેના પ્રથમ શેડયુઅલનું કામ શરૂ થઇ ગયું હોવાની નિર્દેશકે જાહેરાત કરી છે તેમ વાયઆરએફ ફિલ્મે જણાવ્યું હતું. હવે ફિલ્મની રિલિઝ ડેટ નક્કી થઇ ગઇ હોવાથી તેનું કામ ઝપાટાભેર ચાલશે. અહાન પાંડેની ‘સૈયારા’ બાદ રિલિઝ થનારી આ પ્રથમ મોટી ફિલ્મ હશે. અલી અબ્બાસ ઝફરની નિર્માતા આદિત્ય ચોપડા સાથે આ પાંચમી…
Mumbai,તા.27 બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધા બાદ શબાના આઝમી અચાનક બીમાર પડ્યાં છે. તબીબોએ તેમની તપાસ કર્યા બાદ સ્વાઈન ફ્લૂનું નિદાન કર્યું છે અને આગામી 5 દિવસ માટે સંપૂર્ણપણે આઈસોલેશનમાં રહેવા તેમજ બેડ રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. આ અસ્વસ્થતાને કારણે તેઓ મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શક્યાં નથી.અભિનેત્રીની ટીમે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, “શબાનાજી શુક્રવારે મુંબઈમાં યોજાનારા આંદોલનમાં ભાગ લેવાના હતા, પરંતુ તેમને 102 ડિગ્રી જેટલો ભારે તાવ આવ્યો છે અને તપાસમાં…
Mumbai,તા.27 બોલિવૂડના જાણીતા ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુન્તશિરે ઓમ રાઉતની વિવાદાસ્પદ ફિલ્મ ‘આદિપુરુષ’ અંગે એક મોટો સ્વીકાર કર્યો છે. ફિલ્મના વિવાદાસ્પદ સંવાદોના કારણે દેશભરમાં ભારે આક્રોશનો સામનો કરી ચૂકેલા મનોજ મુન્તશિરે સાર્વજનિક રૂપે સ્વીકાર્યું છે કે આ ફિલ્મ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તેના નબળા અને વાંધાજનક સંવાદોને કારણે સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી તેનો ભારે વિરોધ થયો હતો. મનોજ મુન્તશિરે એક તાજેતરના નિવેદનમાં ભાવુક થતાં જણાવ્યું કે, તેઓ દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ક્ષમાપ્રાર્થી છે. તેમણે કહ્યું કે, રામાયણ જેવા…
Gandhinagar,તા.27 ગુજરાતના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે. શરીર અને કરિયર બંને દાવ પર લગાવી રહ્યા છે. ડોપ ટેસ્ટ કરતાં એવું માલુમ પડ્યું કે, ગુજરાતમાં 13 રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હતાં. આ ઘટસ્ફોટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી સહિત તંત્રને હચમચાવી મૂક્યું છે.દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવી વધુ શારીરિક ક્ષમતા માગી લેતી રમતોના ખેલાડીઓ આ દૂષણમાં વધુ સપડાયા છે. મેદાન પર હરીફોને પછાડવા અને શરીરમાં કુદરતી ક્ષમતા કરતાં બમણી ઊર્જા પેદા કરવા માટે ખેલાડીઓ મોંઘા અને જીવલેણ ડ્રગ્સના ઇન્જેક્શન તેમજ ગોળીઓ લઈ રહ્યા છે. સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા, ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ…
Harare,તા.27 ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઝિમ્બાબ્વેને 35 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાથે જ ભારતે T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ક્લીન સ્વીપ (સૂપડા સાફ) કરી દીધો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરોધી બોલરોની ધૂળધાણી કાઢતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરોના બધાયેલા સ્પેલ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી.ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા…
New Delhi,તા.27 ગ્લાસગોમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026 માં શુક્રવારે મેન્સ જિમ્નાસ્ટિક્સ ફાઇનલ દરમિયાન એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. ઇંગ્લેન્ડનો 19 વર્ષીય એથલીટ ગેબ્રિયલ લેંગટન (Gabriel Langton) રમત દરમિયાન માથાના ભાગે સીધો જમીન પર પટકાયો હતો. આ ભયાનક અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ગેબ્રિયલ લેંગટન હોરિઝોન્ટલ બાર પર રોટેશન કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો હાથ લપસી ગયો હતો. તે માથા અને ગરદનના ભાગે જમીન પર ફેંકાઈ જતાં આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. તે પોતે ઊભા રહેવામાં અસમર્થ હોવાથી મેડિકલ ટીમે તેની ગરદન અને માથાને સ્પેશિયલ સપોર્ટ આપીને સ્ટ્રેચર દ્વારા બહાર મોકલ્યો હતો. આ ઘટનાના કારણે…
New Delhi,તા.27 2026ની આઈપીએલ પૂરી થઈ ત્યારથી હાર્દિક પંડ્યા ચર્ચામાં છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા લીગની વચ્ચે જ અચાનક ટીમમાંથી ખસી ગયો. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ઈજાગ્રસ્ત થયો છે, પરંતુ ધીમે ધીમે આંતરિક વિખવાદના અહેવાલો સામે આવ્યા. લીગમાં મુંબઈના અભિયાનના અંત પછી, એવા અહેવાલો સામે આવ્યા કે હાર્દિક કેટલાક વરિષ્ઠ ટીમના સભ્યોથી નાખુશ હતો અને તેણે ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો. તે આગામી સીઝન માટે ટીમ સાથે રહેશે નહીં. હવે, બીજો એક અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિકનું સીએસકેમાં જવાનું લગભગ નક્કી છે. સીએસકે બે ખેલાડીઓના બદલામાં હાર્દિકને લેવાનું વિચારી રહી છે.…
