- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Junagadh,તા.23 ગીર અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્સ- હોટેલ રિસોર્ટ સામે કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા શરતભંગ બદલ કડક કાર્યવાહીના હુકમો કર્યા છે. 0 થી 1 કિમી વિસ્તારમાં શરતભંગ સાબિત થતાં 26 કેસોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત હાઇકોર્ટના ઓરલ આદેશ અન્વયે ગીર અભયારણ્ય વિસ્તારની આસપાસ ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્સ (હોટેલ/રિસોર્ટ) નું નિરીક્ષણ કરવા અને જરૂરી દસ્તાવેજો, મંજૂરી તથા લાયસન્સની ચકાસણી કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કુલ 67 કેસોમાં શરતભંગની નોટીસ…
Junagadh,તા.23 જુનાગઢ તા 23/7/26 જૂનહગઢ સાબલપુર સર્કલ પાસે રેલ્વે ઓવરબ્રિજના કામના કારણે આ રોડ વાહન માટે પ્રતિબંધિત કરતું જાહેરનામું જુનાગઢ કમિશનર એ બહાર પાડ્યું છે. જૂનાગઢના સાબલપુર સર્કલ તરફથી ધોરાજી રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે બ્રિજના ફાઉન્ડેશન માટે ખોદાણ કામ કરવાનું હોવાથી આ વિસ્તારમાંથી વાહનોને આવવા જવા પરનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે કમિશનર જોષી એ પ્રસિદ્ધ કરેલા જાહેર નામુ તારીખ 31 -3- 27 સુધી સુધી પ્રતિબંધ મુકાયો છે. ધોરાજી રોડ પરથી આવતા જતા વાહન ચાલકો માટે નવા અને જુના બાયપાસ રોડને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોએ ફરીને જવું આવવું પડશે.
Bhavnagar તા.23 ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધાર્મિક વૈમનસ્ય પેદા કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં વધુ બે મુસ્લિમ શખ્સો સામે કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવી છે. આ બે શખ્સો ફંડિંગ આપતા હતા. દરમિયાન ગેરકાયદેસર મદ્રેસા ના મોલાના મોહમ્મદ ના કોર્ટ એ 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રીમાન દરમિયાન ફંડિંગ આપનાર વધુ કેટલાક લોકોના નામ ખુલવાની સંભાવના છે. ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમના નેતૃત્વ હેઠળ SOG. ની ટીમ દ્વારા વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના સીદસર ગામે ઉશ્કેરણીજનક લખાણો અને સામગ્રી સાથે મુખ્ય…
વડાપ્રધાનની પોસ્ટ પર જવાબ આપ્યો New Delhi,તા.23 નીટ પેપર લીક મુદે ચાલી રહેલા આંદોલનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાસ્ટટ્રેક કોર્ટ રચવા સહિતની જાહેરાત સોશ્યલ મીડીયાની પોસ્ટથી કરી તેના વળતો જવાબ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપી વડાપ્રધાન મોદી પર દેશના યુવાઓના ભવિષ્યને તેઓ એ જ સૌથી વધુ નુકશાન પહોંચાડયું હોવાનો આરોપ મુકયો છે. રાહુલે પણ એકસ પર એક પોસ્ટમાં લખ્યું છે કે તમો ફકત આપણી એજયુકેશન સીસ્ટમ પર જ કબ્જો થવા દેવા અને તેને બરબાદ થવા દીધી છે અને તેને પ્રોત્સાહન આપ્યુ છે અને આ માટે જવાબદારને બચાવી રહ્યા છો. રાહુલે લખ્યું કે વિદ્યાર્થીઓની માંગ સ્પષ્ટ છે, ધર્મેન્દ્ર પ્રધાનને હોદા પરથી…
New Delhi,તા.23 નીટ પેપર લીક મુદે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન તથા દેશના અન્ય ભાગોમાં પણ હવે જે રીતે દેખાવો-ધરણા વધી રહ્યા છે તેથી આ આંદોલન વધુ વેગવંતુ બને તેવા સંકેત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં ખાતરી આપી છે કે, દેશના યુવાઓનું હિત તથા તેમનું ભવિષ્ય એ અમારી સર્વોચ્ચ પ્રાથમીકતા છે. 35 દિવસથી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન અને સંસદમાં ધમાલ વચ્ચે વડાપ્રધાને ત્રણ દિવસમાં બીજી વખત નીટ-લીકેજ તથા આંદોલન માટે બોલવાનું પસંદ કર્યુ તે પણ સૂચક છે. શ્રી મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું કે, પેપર લીકના તમામ કેસોમાં દોષીતોને શકય તેટલી ઝડપથી આકરામાં આકરી…
Mumbai, તા.23 નીટ પેપર લીક અને તેના કારણે અનેક છાત્રોના આપઘાત મામલે આંદોલન ચલાવી રહેલા છાત્રો પર પોલીસના લાઠીચાર્જથી આખો દેશ ખળભળી ઉઠયો છે. બોલિવુડની હસ્તીઓ-શબાના આઝમી, નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારો છાત્રોના સમર્થનમાં આવ્યા છે ત્યારે બોલિવુડના ગાયક અરિજીતસિંહનો પણ આ મામલે ગુસ્સો ફુટયો છે. તેમણે સોશિયલ મીડીયા પોસ્ટમાં લખ્યું છે- શરમ નથી આવતી આ નેતાઓને, શું ભગવાન સમજી લીધા છે ખુદને? અરિજીતસિંહની આ પોસ્ટ ત્યારે આવી છે જયારે છાત્રો સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીઓ વરસાવી હતી, અશ્રુવાયુ છોડયા હતા. અરિજીતસિંહે લખ્યું છે- યાર, હવે તો સ્ટુડન્ટસને મારી રહ્યા છો, આપ લોકો તમને…
New Delhi,તા.23 ભારતીય ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે બુધવારે ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો છે. કુલદીપ વર્તમાન સિઝનમાં ટીમ માટે આઠ મેચ રમશે. કુલદીપ છેલ્લા કેટલાક સમયથી ભારતીય પ્લેઇંગ-11નો ભાગ નથી. પરંતુ હવે તે કાઉન્ટી ક્રિકેટમાં રમશે. કુલદીપ વન ડે કપની પાંચ મેચ તેમજ ત્રણ રેડ બોલ ક્રિકેટ મેચ રમશે. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વિદેશી ખેલાડી તરીકે કરારબદ્ધ કરવાની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છે, એમ ક્લબે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું. 31 વર્ષીય ખેલાડી પાંચ ODI મેચ માટે ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં છેલ્લી ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાંથી ત્રણ માટે હેડિંગ્લી પાછો ફરશે.…
Glasgow, તા. 23 કોમનવેલ્થ ગેમમાં ભારતીય મહિલા ખેલાડીઓએ હંમેશાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ આ વખતે રમતોમાં કરવામાં આવેલી કાપકૂપના કારણે ભારતને મેડલનું મોટું નુકસાન થઈ શકે તેમ છે. ગ્લાસગો રમતોમાં ભારતની કુલ ટુકડી 2022ના 208 ખેલાડીઓથી ઘટીને માત્ર 125 થઈ ગઈ છે, જેમાં પુરુષોની સરખામણીએ મહિલા ખેલાડીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આ વખતે ભારતીય ટીમમાં માત્ર 48 મહિલા ખેલાડીઓ સામેલ છે, જે કુલ દળના 38.40 ટકા જેટલી જ થાય છે. છેલ્લી ત્રણ રમતો (2014 થી 2022)માં ભારતના કુલ મેડલમાં મહિલાઓનું યોગદાન 40 ટકાથી વધુ રહ્યું હતું, પરંતુ આ વખતે રમતોની સંખ્યા 20થી ઘટીને માત્ર 10 કરી દેવાતાં આ…
Glasgow, તા. 23 ઓવો હાઇડ્રો પર આજે રંગારંગ ઉદ્ઘાટન સમારોહની સાથે રમતોની શરુઆત થશે. આશરે 11 દિવસ સુધી ચાલનારી આ રમતોમાં દુનિયાભરનાં ખેલાડીઓ વચ્ચે ભારતનાં 125 ખેલાડીઓ પણ ભાગ લેવાના છે જે ૨૧૫ સુવર્ણ પદકો માટે દમખમ બતાવશે. આમાં છ રમતોમાં પેરા રમતોની સ્પર્ધાઓ પણ સાથે યોજાશે. ગ્લાસગો સામે પડકાર એ સાબિત કરવાનો છે કે, ઓછા બજેટમાં પણ રમતો યોજી શકાય છે. તો બીજી તરફ રમતોમાં કાપકૂપે ભારતનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો છે. ભારત મેનચેસ્ટર 2002 કોમનવેલ્થ ગેમ પછીથી હંમેશાં શીર્ષ પાંચમાં રહ્યું છે. આ વખતે હોકી, કુશ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને નિશાનેબાજી (શૂટિંગ) ન હોવાથી આ કરી બતાવવું મુશ્કેલ…
Harare, તા. 23 ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન શ્રેયસ અય્યર પોતાની આગેવાનીમાં પહેલી જીત નોંધાવવા માટે બેતાબ હશે. તેમની ટીમ આજે ત્રણ મેચોની ટી-20 સીરીઝના પહેલાં મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. કપ્તાન તરીકે પહેલી સાત ટી-20 મેચોમાંથી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છ મેચ ગુમાવી ચૂકેલાં અય્યર પાસે ટીમને જીતના રસ્તે લાવવાની આ સોનેરી તક છે. ઝિમ્બાબ્વે સામે જીત અપેક્ષિત છે પરંતુ જો હારી ગયા તો તે ડ્રેસિંગ રૂમની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે જેમાં 15 વર્ષનાં વૈભવ સૂર્યવંશી પણ છે. ભારતે વીવીએસ લક્ષ્મણને કોચ તરીકે મોકલ્યાં છે જેમની શૈલી આક્રમક કોચ ગૌતમ ગંભીરથી સાવ અલગ છે. એવું નથી કે ગંભીર જીતવા…
