Author: Vikram Raval

Sydney, તા. 22 ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની ક્રિકેટ કારકિર્દી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સિડનીની એક સ્થાનિક અદાલતમાં તેમનાં વકીલે દારૂ પીને વાહન ચલાવવાના (ડ્રિંક એન્ડ ડ્રાઇવ) કેસમાં ગુનો કબૂલી લીધો છે. પોલીસ રિપોર્ટ મુજબ, એપ્રિલ મહિનામાં ઈસ્ટર સનડે દરમિયાન પોલીસ ચેકિંગ જોઈને વોર્નરે પોતાની ગાડી રસ્તામાં જ રોકી દીધી હતી. ત્યારબાદ પોલીસે કરેલી તપાસમાં તેમનાં લોહીમાં દારૂનું પ્રમાણ નિયમ કરતાં બમણાથી પણ વધુ મળી આવ્યું હતું. વોર્નરે પોતાનાં વકીલ મારફતે સ્વીકાર્યું છે કે ટેક્સી કરવાને બદલે જાતે ગાડી ચલાવવાનો તેમનો આ નિર્ણય એક મોટી ભૂલ હતો. આ ગુના બદલ કોર્ટ 18 ઓગસ્ટે પોતાનો આખરી ચુકાદો સંભળાવશે,…

Read More

New Delhi,તા.23 લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ભારતનો 27 રનથી પરાજય થયો હતો. આ હાર સાથે ટીમ ઇન્ડિયા ત્રણ મેચની શ્રેણી 1-2થી હારી ગઈ. આ હાર બાદ, ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા. શ્રીકાંતે ખાસ કરીને કેએલ રાહુલના બેટિંગ ઓર્ડર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ટીમ મેનેજમેન્ટ તેની સાથે અન્યાયી વર્તન કરી રહ્યું છે. શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, આટલા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે રાહુલને છઠ્ઠા નંબર પર મોકલવો એ સમજણ બહાર છે. તેમણે કહ્યું, “શું કોઈ…

Read More

Mumbai,તા.23 બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને આઈસીયુમાં દાખલ થઈ સર્જરીના બ્લોગ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમાં મારી વાત જ નહોતી. હું તો આર્જેન્ટિનાની હાર બાદ ફૂટબોલના લેજન્ડ લાયોનેલ મેસ્સીની વાત કરતો હતો. અમિતાભે પોતાના બ્લોગમાં ગઇકાલે હોસ્પિટલ અને આઇસીયુની વાતો કરતાં તેમના ચાહકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી.એક અટકળ અનુસાર હાલના સંજોગોમાં કૌન બનેગા કરોડપતિની પ્રસિદ્ધિ દબાઇ ગઇ હોવાથી આવું ઓનલાઇન ગતકડું શોના નિર્માતાઓ દ્વારા માર્કેટિંગ માટે કરાવવામાં આવ્યું હોઇ શકે છે. જે હોય તે હાલ તો બીગ બી કૌન બનેગા કરોડપતિની આગામી સિઝનને સફળ બનાવવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.અમિતાભે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે જ્યારે ચેમ્પિયન હારે…

Read More

Mumbai,તા.23 અજય દેવગણે ‘સિંઘમ ‘ ફિલ્મ રીલિઝ થયાની એનિવર્સરીએ પોસ્ટ મૂકી હતી. પરંતુ, લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. લોકોએ એવી કોેમેન્ટ કરી હતી કે અસલી હિરો તો જયકાંત શિક્રે પુરવાર થયો છે, સિંઘમ નહીં. તાજેતરમાં નીટ મુદ્દે દિલ્હીમાં યોજાઈ રહેલા દેખાવોમાં પ્રકાશ રાજ ભાગ લઈ રહ્યો છે. જ્યારે અજય સહિતના મોટાભાગના કલાકારોએ મૌન સેવ્યુ ંછે. તે સંદર્ભમાં લોકોએ જાતભાતની ટિપ્પણીઓ કરી હતી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે ફિલ્મી હિરો ફક્ત સ્ક્રીન પર જ બહાદૂરી દેખાડવા માટે હોય છે. વાસ્તવમાં તેઓ સત્તાથી ડરે છે અને સ્ટેન્ડ લઈ શકતા નથી.બીજી તરફ કેટલાય લોકોએ પ્રકાશ રાજની પ્રશંસા કરી હતી કે તેના પર…

Read More

Mumbai,તા.23 સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના નિર્દેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી. પણ હવે આમિરખાન આ ફિલ્મમાંથી હટી ગયો હોવાના અહેવાલો છે.હાલ આમિરખાન તેની વિખ્યાત ફિલ્મ…

Read More

Mumbai,તા.23 બોલિવૂડની એક જમાનાની સફળ જોડી હાલ એક ઓટીટી સિરિઝમાં ફરી સાથે કામ કરી રહી છે. ૧૯૮૩માં સુભાષ ઘઇની ફિલ્મ ‘હીરો’માં જેકી શ્રોફ અને મિનાક્ષી શેષાદ્રીએ જોડી જમાવી હતી. હાલ આ બંને વિપુલ શાહ નિર્દેશિત કોટરૂમ ડ્રામા ‘નાણાંવટી વર્સીસ નાણાંવટી’ નામની સિરિઝ માટે અંધેરીના પવઇ વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યા છે.મિનાક્ષી શેષાદ્રી લગ્ન બાદ યુએસમાં સ્થાયી થઇ હતી પણ બે મહિના અગાઉ જતેણે પોતે મુંબઇ કાયમ માટે આવી ગઇ હોવાનું જણાવી કામ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ૬૨ વર્ષની મિનાક્ષીને માત્ર બે મહિનામાં જ આ સિરિઝમાં કામ મળી ગયું હતું.આઠ ભાગની આ સિરિઝમાં ભાગ્ય શ્રી, રામ કપૂર અને અનુપ્રિયા ગોયેન્કા પણ…

Read More

Mumbai,તા.23 નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલીવુડ ક્ષેત્રમાંથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાન સહિત દેશના અનેક જાણીતા કલાકારોએ આ મુદ્દે પોતાના અવાજ બુલંદ કર્યા છે.વિદ્યાર્થીઓના આંદોલન અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાને લખ્યું કે, ‘આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જોઈને ખૂબ દુઃખ થયું. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘાયલ થયા છે તેમને જોઈને મારું દિલ ખૂબ દુઃખી છે. પેપર લીક એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે આપણા દેશના વિદ્યાર્થીઓ એકજૂથ થયા છે અને તેમના પેરેન્ટ્સે…

Read More

(મિલન જોશી દ્વારા) Junagadh તા. ૨૨ જૂનાગઢ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં ફરજ પરના જુનિયર ઈજનેર પર મેં ૨૦૧૭ દરમિયાન થયેલા હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્થાનિક અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જૂનાગઢની અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ, વર્તમાન પ્રદેશ યુવા નેતા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી જેલ તેમજ સહ-આરોપી દિલાવર ધંધુકીયાને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.કેસની વિગતો મુજબ, જૂનાગઢ રૂરલ ડિવિઝન-૧માં વિજીલન્સ સ્ક્વોડના જુનિયર ઈજનેર હસમુખ સાવલીયાએ પાતાપુર ગામે વીજ ચેકિંગ દરમિયાન બાબુભાઈ ધંધુકીયાના…

Read More

(મિલન જોશી દ્વારા) Junagadhતા. ૨૨ કેશોદ પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને રંગેહાથ ઝડપી લઇ, સ્થળ પરથી રોકડ અને જુગારનો સામાન કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. કેશોદ પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ. પ્રકાશભાઈ ડાભી, પો.કોન્સ. હાર્દિકભાઈ સિસોદીયા, સુરેશભાઈ ભંભાણા, ભરતસિંહ સિસોદીયા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, જવાહર ચોક તરફની ગલીમાં કેટલાક ઇસમો જાહેરમાં ઘોડી-પાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે સ્થળ પર રેઈડ કરતા ૪ ઇસમો જુગાર રમતા હતા અને પોલીસને જોતા જ નાસવાનો પ્રયાસ કરતા હતા પરંતુ પોલીસે તમામ ઈસમો જેમાં હસનભાઈ અલ્લારખાભાઈ, અફજલભાઈ દોસમાનભાઈ, ફારૂકભાઈ હસનભાઈ,…

Read More

(મિલન જોશી દ્વારા) Junagadh તા. ૨૨ માંગરોળમાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીજીની ધરપકડ તેમજ વિદ્યાર્થીઓ યુવાનો પર બેરહેમીથી લાઠીચાર્જના વિરોધમાં વિશાળ રેલી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની આગેવાનીમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોંગ્રેસના શીર્ષ નેતા રાહુલ ગાંધીની અન્યાયી ધરપકડના મુદ્દે સરકારની શાસન નીતિઓ અને તાનાશાહી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા માટે યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની સાથે જિલ્લાના કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહજી ભટ્ટી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા, માજી ધારાસભ્ય બાપુભાઈ વાજા, વાલાભાઈ ખેર, લક્ષ્મણભાઈ ભરડા, કાનભાઈ રામ, રાજુભાઈ ચુડાસમા, રામભાઈ કરમટા, માંગરોળ…

Read More