- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Rajkotતા.૨૩ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડાહાપાજામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ૨૩ જુલાઈથી ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. પ્રભાવિત ટ્રેનોની તારીખવાર વિગત નીચે મુજબ છે *૨૪ જુલાઈ, ૨૦૨૬* ૧) ૨૩.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર વૈશ્વિક સ્તરે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સમયે, દેશ માત્ર આર્થિક વિકાસના પડકારનો જ નહીં, પણ સામાજિક જવાબદારી, કાયદાના અસરકારક શાસન, યુવાનોના ભવિષ્ય અને ડિજિટલ યુગની બદલાતી જીવનશૈલી અનુસાર આધુનિક કાયદાઓ ઘડવાની જરૂરિયાતનો પણ સામનો કરી રહ્યો છે. જુગાર, કેસિનો અને ઓનલાઈન સટ્ટાબાજી એવા મુદ્દાઓમાં શામેલ છે જેના પર દેશમાં લાંબા સમયથી સ્પષ્ટ, વ્યાપક અને આધુનિક નીતિનો અભાવ છે. ભારતમાં જુગાર અને કેસિનોને નિયંત્રિત કરતો કોઈ એકસમાન કેન્દ્રીય (રાષ્ટ્રીય) કાયદો નથી. મોટાભાગના કિસ્સાઓ હજુ પણ જાહેર જુગાર અધિનિયમ, 1867 (જ્યાં લાગુ પડે) અને રાજ્યના કાયદાઓ દ્વારા સંચાલિત…
New Delhi,તા.23 હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક એવુ દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે. આ ઘટના વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. એક તરફ જ્યાં આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે. હવામાન નિષ્ણાતો આ અદભુત ઘટનાને Monsoon Convergence Zone તરીકે ઓળખાવી રહ્યા…
Ahmedabad,તા.23 અમદાવાદના આશ્રમ રોડ અને સીટીએમ વિસ્તારમાં ડમી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાંની હેરફેર કરવાના ગુનામાં સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે અમદાવાદના કેટલાંક બેંક એકાઉન્ટમાંથી 2.86 કરોડની હેરફેર થઇ છે. જેમાં છેતરપિંડીના અલગ અલગ કેસ 18 જેટલા રાજ્યોમાં નોંધાયા છે. જેના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટનું વિશ્લેષણ કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બે ભાગીદારોએ બે ખોટી પેઢી બનાવી હતી. જેમાં આશ્રમ રોડ પર ઓક્સફોડ એવન્યુમાં ટ્રાવેલ્સફ્લ્ક્ષ પ્રાઇવેટ લિ. અને સીટીએમ નજીક ટ્રાવોક્રેસ્ટ પ્રાઇવેટ લિ. નામની બોગસ…
Ahmedabad,તા.23 અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદનગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા…
Jamnagar,તા.23 ભાડાનું મકાન ખાલી કરાવવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ કરાયો છે. લાલવાડી આવાસ ખાતે રહેતી તસલીમબેન હુશેનભાઈ શેખે મકાનમાલિક હુશેનભાઈ સમા, તેની બહેન યાસ્મીનબેન તથા એક અજાણી મહિલા સામે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફરિયાદી અને તેમના પતિએ આશરે એક મહિના પહેલાં હુશેનભાઈ સમાનું મકાન માસિક રૂ. 2,500ના ભાડે રાખ્યું હતું. તા. 18 જુલાઈએ હુશેનભાઈ અને તેની બહેન યાસ્મીનબેન ઘરે આવી મકાન વેચાઈ ગયું હોવાનું કહી તાત્કાલિક મકાન ખાલી કરવા જણાવ્યું હતું. ફરિયાદી દ્વારા પતિ ઘરે આવ્યા બાદ મકાન ખાલી કરવાની વાત…
Jamnagar તા.23 જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પાપા લુઈસ પિઝ્ઝા સામે રોડ પર આઈસ્ક્રીમની રેકડી ધકેલી જઈ રહેલા એક વેપારીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તા. 22 જુલાઈ, 2026ના રોજ સાંજે અંદાજે 7:30 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ અકસ્માત બન્યો હતો. ઈજાગ્રસ્ત નરેશભાઈ કરમચંદ જસવાણી (ઉ.વ.56) પોતાની આઈસ્ક્રીમની રેકડી સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહનચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં નરેશભાઈને માથાના ભાગે ગંભીર હેમરેજની ઈજા ઉપરાંત…
Junagadh તા.23 જુનાગઢ એ ડિવિઝન પોલીસે ભવનાથ વિસ્તારમાં પોલીસે રેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ પર ત્રાટકી મકાન માલિક સહિત પાંચ શખ્સોને કુલ રૂપિયા 1.17.700 ની મતદાન સાથે દબોચી લીધા હતા. ભવનાથ પોલીસને મળેલી બાતમીના આધારે ભવનાથ રબારી નેશ મારે તો વિજય કરણ ચાવડા પોતાના રહેણાક મકાને પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી આધારે રેડ કરતા મકાન માલિક વિજય કરણ ચાવડા, દિપક લીલાધર પિઠીયા રે. શાપુર , ભનુ ગોગન પરમાર રે ધંધુસર, સોહિત હરશુખ લોઢીયા રહેવાસી જોશીપુરા, અને અનિલ ભીમા ભારાય રે રબારી નેસ ભવનાથ વાળાઓને રોકડ રૂપિયા 81.700, મોબાઈલ ચાર રૂપિયા 36,000 મળી કુલ રૂપિયા…
Junagadh, તા.23 ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે 4.239 કી ગ્રા. રૂ 2, 11.950 મોબાઈલ, મુસા સહિત કુલ રૂપિયા 2.51,950 નો મુદ્દા માલ જપ્ત, અન્ય પાંચના નામ ખુલતા તપાસ આગળ ધપાવી છે. જુનાગઢમાં નશીલા પદાર્થો અન્ય રાજ્યમાંથી ગમે તે રીતે ઘુસાડવા ભેજા બાજ નવી નવી તરકીબો અજમાવે છે જેમાં ગઈકાલે જુનાગઢ એસઓજી પોલીસે તેનો પર્દાફાશ કરી બે શખ્સોને રૂપિયા 2.11.950ના વનસ્પતિ જન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા. એક મોબાઈલ મોસા સહિત કુલ રૂપિયા 2. 51,950 નો મુદ્દા માલ કબજે કરી તેઓની પ્રાથમિક તપાસમાં વધુ પાંચ નામો ખુલવા પામ્યા હતા, આ અંગેની પોલીસ માંથી મળતી વિગત…
Junagadh,તા.23 જૂનાગઢના પાદરીયા ગામે રેણાક મકાનમાં ચાલતા જુગારધામ માં પોલીસ ત્રાટકી.એક મહિલા સહિત સાતને પોલીસે ગુનો નોધેલ છે.જૂનાગઢના પાદરીયા ગામે રહેતા રાજા રણમલ રાવલિયા પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે જુગારધામ ચલાવતો હોવાની પાંચમી ના આધારે તાલુકા પોલીસે રેડ કરતા એક મહિલા સહિત સાતને જુગાર રમતા ડબ્બોચી લીધા હતા. રેડ દરમિયાન મકાન માલિક રાજા રણમલ રાવલિયા, કરસન જીવા રામ રે બામણાસા ઘેડ, સુનિલ જયંતિ સોલંકી રે રાયડી જામ કંદોરડા, મિલન રમેશ બાબરીયા રે દુધીવદર જામકંડોળા, વિપુલ ભલા મઢવી રે તરવડા, હિમાંશુ દિનેશ અઢિયા રે જુનાગઢ નહેરુ પાર્ક, અને રીનાબેન રણજીત દુદા ખૂટી રહેવાસી મૂળ સિંધપુર હાલ…
