Author: Vikram Raval

New Delhi, તા. 18 રાષ્ટ્રીય પાટનગર દિલ્હીનાં જંતર-મંતર ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો. `કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) ના સ્થાપક અભિજીત દીપકે નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતાં. આ દરમિયાન એક અજાણી મહિલાએ તેમનાં પર અચાનક શાહી ફેંકી દીધી હતી, જેનાં કારણે પ્રદર્શન સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શાહી ફેંકનાર મહિલાને કસ્ટડીમાં લઈ લીધી હતી. અભિજીત દીપકે પર થયેલાં આ હુમલા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. સીજેપી  દ્વારા સત્તાવાર રીતે દાવો કરવામાં આવ્યો છે કે શાહી ફેંકનારી…

Read More

Surendranagar, તા.18 કેન્દ્ર સરકારના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ મારફત વર્ષ 2015 પહેલાના જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારા કરવા તેમજ નવા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની ગઈ છે. આ જટિલ નિયમોને કારણે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય શાખામાં હાલની સ્થિતિએ 2660 થી વધુ અરજીઓનો મોટો ખડકલો થઈ ગયો છે.0 જિલ્લાની એકમાત્ર કચેરી પર સમગ્ર જિલ્લાનો ભાર આવી જતાં સામાન્ય નાગરિકોને પોતાના હક્કના પ્રમાણપત્રો મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહી લમણાઝીંક કરવાનો વારો આવ્યો છે. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલના અમલીકરણ બાદ વર્ષ 2015 પહેલાના દાખલાઓમાં કોઈપણ સુધારો કે નવી મંજૂરી માટે જિલ્લા રજીસ્ટ્રાર જિલ્લા આરોગ્ય અધિકારીની ઓનલાઇન ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. આ કારણે જિલ્લાની…

Read More

Surendranagar, તા.18 ઝીંઝુવાડા ગામે એક શખશે રાત્રે અહીંથી કેમ નીકળે છે, એમ કહી યુવાન પર છરી વડે ઘાતક હુમલો કરતા યુવાનને આઠ ટાંકા આવ્યા હતા. વધુમાં ઉશ્કેરાયેલા શખશે યુવાનને નીચે પાડી દઈ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા 35 વર્ષના લાલભા કનુભા ઝાલાએ ઝીંઝુવાડા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલા વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ લાલભા કનુભા ઝાલા ઝીંઝુવાડા ગામના ગેટથી લૂણી વિસ્તારમાં આવેલા પોતાના ઘર તરફ ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે ડેમ પાસે એના જ કુટુંબી ભાઈ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલાએ તું અડધી…

Read More

Surendaranagar , તા.18 સાયલાના ઇશ્વરિયા ગામે પોલીસે 3 વર્ષથી પ્રેકિ્ટસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ક્લિનીકમાંથી 6 મહિનાથી 2 વર્ષ જૂની એક્સપાયરી થયેલી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગ, પાવડર અને સાબુનો સ્ટોક હતો. પોલીસે રૂ.68,234 કિંમતની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો છે. સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.વી. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ અજીતસિંહ પરમાર, હરપાલસિંહ ઇન્દ્રસિંહ પરમાર તથા ગોપાલભાઈ મુળજીભાઈ સોરઠિયા પેટ્રોલિંગમાં હતા. ત્યારે ઈશ્વરિયા પ્રાથમિક શાળા પાસે આવેલી કુલદેવી પાન સેન્ટરની દુકાનમાં એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ત્યારબાદ નાગડકા પીએચસીના મેડિકલ ઓફિસર ડો. ટી.બી. રાવલ ને સાથે રાખી…

Read More

Surendranagar,તા.18 સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે વઢવાણ- લીંબડી હાઇવે રોડ પરથી ખેતરોમાંથી મોટર ચોરી કરતી ધ્રાંગધ્રાની એક શાતિર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ચોરીના અલગ-અલગ 4 ગુનાઓ ડિટેક્ટ કરી કુલ રૂ.5,08,500નો મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને ચોરીની મોટરો સાથે તસ્કરો ઇકો ગાડીમાં પસાર થઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વઢવાણ-લીંબડી હાઇવે પર વોચ ગોઠવીને ઇકો ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી ચોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી…

Read More

Surendaranagar તા.18 એલ.સી.બી. ની ટીમે વઢવાણ વિસ્તારમાં આવેલા 80 ફૂટ રોડ પર શ્યામનગરમાં દરોડો પાડીને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર ને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ કર્મચારી મેહુલભાઈ મકવાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વઢવાણના શ્યામનગર ખાતે રેડ કરવામાં આવી હતી. ત્યાં તપાસ કરતા વ્હિસ્કી160 નંગ ચપલા મળી આવ્યા હતા, જેના પર ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી લખેલું હતું. પોલીસે રૂ. 171 લેખે કુલ રૂ.27,360ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે…

Read More

Junagadh, તા.18 જુનાગઢ તા.18/7/26 કેશોદ- માંગરોળ હાઇવે પર ના ચાંદીગઢના પાટિયા પાસે મોસા ચાલકને હડફેટે પટેલ લઈ લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. માંગરોળતા બેના મેકડી ગામના રહીશ કિશનભાઇ માલદેભાઈ આતરોલીયા ઉમર 38 પોતાના મોટરસાયકલ પર કેશોદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી  આવી રહેલી ઇકો કારના ચાલકે મોસાને જોરદાર ટક્કર મારતા કિશનભાઇ ના માથામાં તેમજ શરીરમાં ગંભીરિજાઓ થતાં સારવાર માટે કેશોદ થી જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યાની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાય છે સગીરાનું અપહરણ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામના રહીશ…

Read More

Junagadh, તા.18 ગત તારીખ 2- 7ના જુનાગઢ સી ડિવિઝન હદના ચોબારી રેલવે ફાટક પાસે એક અજાણી સ્ત્રી ઉંમર 45 વળીને રેલવે અકસ્માતમાં ગંભીર જાઓ થતાં જુનાગઢથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નોંધાયું હતું તે ડિવિઝન પોલીસે તપાસ કરી છે. જુનાગઢ તાબેદ ના જાલણસર ગામે રહેતા નરસિંહભાઈ ગોપાલભાઈ સાવલિયા ઉંમર વર્ષ 59ને કેન્સરની બીમારી હોય જેનું ઓપરેશન કરાવેલ હોય છતાં પણ સારું ન થતાં પોતાની જાતે ઝેરી દવા પી આ ભગત કરી લેતા મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે તપાસા ધરી છે.

Read More

Junagadh, તા.18 જુનાગઢ જિલ્લામાં માર્ગ સલામતી અને સુરક્ષાને વધુ સુંદર બનાવવા ના હેતુથી જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી એ બેઠક બોલાવી હતી આ બેઠકમાં હાઇવે ઉપર થતા અકસ્માતો ને નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થાને અડચણરૂપ બનતા પરિબળો અંગે ગંભીર નોંધ લઇ કડક નિર્ણયો લઈ તેની અમલવારી કરવા તાકીદ કરી છે . હાઇવે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા નેશનલ હાઈવેNH 151 અનેNH-51  ના ઇન્સ્પેક્શન દરમિયાન મોટાભાઈ ગેરકાયદેસર દબાણો, આડેધડ વાહન પાર્કિંગ, મંજૂરી વિના ધમધમતા ધાબા અને ડિવાઇડર તોડી ને પાડેલા કટ જોવા મળ્યા હતા. આ રિપોર્ટના આધારે કલેકર યોગેશ ચૌધરી એ આદેશ આપ્યો છે કે રોડ સેફ્ટીની ગાઈડ લાઈન અનુસાર માત્ર નોટિસ જનહીં…

Read More

Raipur, તા.18 છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંજય નગરમાંથી શુક્રવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ મકાનમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ટિકરાપારા પોલીસ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું મનાય છે. પોલીસ અને એફએસએલની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંદરનું દ્રશ્ય હબકાવી દે તેવું હતું. પરિવારના ચાર સભ્યો કોમા જેવી ગંભીર સ્થિતિમાં પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી…

Read More