Author: Vikram Raval

Bristol, તા. 10 ફિફા વિશ્વ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશી કરી લીધો છે. દિદિએર ડેશાની આ ટીમે આ જીત સાથે જ સતત ત્રીજી વખત વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ ફ્રાન્સ 2018 માં ચેમ્પિયન બન્યું હતું અને 2022 માં ઉપવિજેતા રહ્યું હતું. આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો ન હતો, પરંતુ બીજા હાફમાં સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પે અને ઉસ્માન ડેમ્બેલના શાનદાર ગોલની મદદથી ફ્રાન્સે મોરોક્કોનું સપનું તોડી સેમીફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. હવે સેમીફાઇનલમાં ફ્રાન્સનો સામનો બેલ્જિયમ અને સ્પેન વચ્ચે રમાનારા ક્વાર્ટર ફાઇનલના…

Read More

New York, તા. 10 જસ્ટિન બીબર, મેડોના, શકીરા અને બીટીએસ જેવાં વૈશ્વિક સ્ટાર્સ વર્લ્ડ કપના હાફટાઇમ શોમાં પોતાની પ્રસ્તુતિ આપશે. ફીફાએ સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. `કોલ્ડપ્લે’ ના ક્રિસ માર્ટિન દ્વારા તૈયાર કરવામાં આવેલો આ 11 મિનિટનો હાફટાઇમ કાર્યક્રમ 19 જુલાઈના રોજ ફાઇનલ મુકાબલા દરમિયાન ન્યૂયૉર્ક ખાતે આયોજિત કરવામાં આવશે. આ શો `ફીફા ગ્લોબલ સિટીઝન એજ્યુકેશન ફંડ’ ને સમર્થન આપશે, જે બાળકોને શિક્ષણ અને ફૂટબોલ સુધી પહોંચાડવા માટે 10 કરોડ અમેરિકી ડૉલર એટલે કે 9.5 અબજ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરી રહ્યું છે. જસ્ટિન બીબરે એક નિવેદનમાં જણાવ્યું કે, ફીફા વર્લ્ડ કપ જે રીતે આખી દુનિયાને એકસાથે…

Read More

London,તા.10 ભારતીય ટી20 ટીમના કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યો છે. ગુરુવારે પ્રથમ બેટિંગ કરતી વખતે ભારતે કુલ 158 રન બનાવ્યા હતા, પરંતુ તે પૂરતું ન હતું, કારણ કે ઇંગ્લેન્ડે માત્ર 13.5 ઓવરમાં જીત હાંસલ કરી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે આ કુલ સ્કોર પૂરતો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે બોલરોએ યોજના મુજબ બોલિંગ કરી ન હતી. કાઉન્ટી ગ્રાઉન્ડ પર ભારતની હાર બાદ, કેપ્ટન શ્રેયસ ઐયરે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં કહ્યું, `ફરીથી, તે નિરાશાજનક હતું. 158 રનનો સ્કોર સારો ન હતો, સ્વાભાવિક રીતે. અને અંતે, અમે જોયું કે તેઓએ કેટલી ઝડપથી…

Read More

London,તા. 10 એક જ દેશની બે ખેલાડીઓ વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં એકબીજા સામે ટકરાવા માટે તૈયાર છે. પહેલાં ચેક ગણરાજ્યની કૈરોલિના મુચોવાએ સેમીફાઇનલમાં અમેરિકાની કોકો ગફને શિકાર બનાવી. પછી ચેક ગણરાજ્યની જ લિંડા નોસ્કોવાએ માર્તા કોસ્તયુકને હરાવીને ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવી. બંને પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે. ત્રણ સેટમાં જીતી  વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં ચેક ગણરાજ્યની મુચોવાએ ત્રણ સેટની ટક્કરમાં બે વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને સાતમી વરીય (ક્રમાંકિત) કોકો પર 6-2, 1-6, 7-6 (12-10) થી જીત મેળવી હતી. મુચોવાએ ટાઈ બ્રેકર સુધી ખેંચાયેલા ફાઇનલ સેટમાં પોતાના પાવરફુલ ફોરહેન્ડ અને બેકહેન્ડ રિટર્નના દમ પર મેચ પોઇન્ટ બચાવ્યો. માર્તાને હરાવી ત્યારબાદ ચેક…

Read More

Bristol, ઇંગ્લેન્ડે ચોથી T20I માં ભારતને 9 વિકેટથી હરાવીને શ્રેણીમાં સતત ત્રીજી જીત મેળવી. આ જીત સાથે, ઇંગ્લેન્ડે શ્રેણીમાં 3-0 ની અજેય લીડ મેળવી. આજની મેચમાં ભારતના બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. કેપ્ટન શ્રેયસ ઐયર સિવાય, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહીં. ઐયરે અણનમ 80 રનની ઇનિંગ રમી, જેના કારણે ભારત 7 વિકેટે 157 રન સુધી પહોંચી ગયું, ત્યારબાદ ઇંગ્લેન્ડે માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ઇંગ્લેન્ડ માટે ફિલ સોલ્ટે 42 બોલમાં 59 રન બનાવ્યા, અને હેરી બ્રુકે 35 બોલમાં અણનમ 79 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. ભારતના શરમજનક પરાજય બાદ ક્રિકેટ નિષ્ણાતો ગુસ્સે ભરાયા હતા. અશ્વિનથી…

Read More

Melbourne, ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે બિગ બૈશ લીગની 2026-27 સીઝન ભારતમાં શરૂ થશે. લીગની પહેલી મેચ ડિસેમ્બરમાં રમાશે. ચેન્નાઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ આ મેચનું આયોજન કરશે. વડાપ્રધાને તેને બંને દેશો વચ્ચે વધતા રમતગમત સંબંધોના ભાગ રૂપે વર્ણવ્યું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં આ મેચ મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી પહેલી BBL મેચ હશે અને 12 ડિસેમ્બરે BBL 16 સીઝનની સત્તાવાર શરૂઆત થશે. ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આ ઐતિહાસિક મેચ માટે મેલબોર્ન રેનેગેડ્સને હોમ ટીમ ગણવામાં આવશે. મળતી માહિતી મુજબ, PM અલ્બાનીઝ…

Read More

London તા. 10 ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો કે, મોરોક્કોની આ હાર બાદ બ્રિટનની રાજધાની લંડનમાં જબરદસ્ત હિંસા ફાટી નીકળી હતી. મેચ પૂરી થતાંની સાથે જ મોરોક્કોના નિરાશ અને ગુસ્સે ભરાયેલાં હજારો ફૂટબોલ ફેન્સ લંડનનાં રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. ખાસ કરીને સેન્ટ્રલ લંડનનો વ્યસ્ત એડગવેર રોડ જોતજોતામાં હોબાળા અને હિંસાનાં મેદાનમાં ફેરવાઈ ગયો હતો, જ્યાં ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ હિંસક પ્રદર્શન દરમિયાન પશ્ચિમ લંડનમાં એક પોલીસ અધિકારી પર તોફાનીઓના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.…

Read More

Bristol,તા.10 હેરી બ્રુક અને ફિલ સોલ્ટની અડધી સદી અને બીજી વિકેટ માટે 146 રનની અણનમ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે ચોથી ટી20 મેચમાં ભારતને નવ વિકેટથી હરાવ્યું. આ સાથે, ઇંગ્લેન્ડે પાંચ મેચની ટી20 શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ભારતનો સતત બીજો શ્રેણી પરાજય થયો છે. અગાઉ, આયર્લેન્ડે ભારતને 0-2થી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં, ઇંગ્લેન્ડે 13.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 159 રન બનાવીને વિજય મેળવ્યો હતો. શ્રેયસના કાર્યકાળની આ ખૂબ જ ખરાબ શરૂઆત છે. પહેલા આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણીનો પરાજય ભારત માટે…

Read More

Los Angeles, તા.10 ભારતીય સમય અનુસાર આજે રાત્રે 12ઃ30 વાગ્યે લોસ એન્જલસ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલમાં પહોંચવા માટે હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલ જંગ જામશે. ટૂર્નામેન્ટમાં હજુ સુધી એકપણ ગોલ ન ખાનારી અને ખિતાબની પ્રબળ દાવેદાર સ્પેનિશ ટીમ સામે બેલ્જિયમનું ધારદાર આક્રમણ ટકરાશે. સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને વિશ્વ કપમાં છેલ્લાં 609 મિનિટથી કોઈ ગોલ થવા દીધો નથી. જો સ્પેન જીતશે, તો તે ફૂટબોલ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અજેય રહેવાનો નવો રેકોર્ડ (36 મેચ) બનાવશે. બીજી તરફ, વિશ્વ કપમાં 36 વર્ષ બાદ સામસામે આવનારી `રેડ ડેવિલ્સ’ બેલ્જિયમની ટીમ પણ છેલ્લાં 18 મેચોથી અજેય છે અને રોમેલુ લુકાકુના દમ પર આઠ…

Read More

New Delhi તા. 10 અવિશ્વસનીય ગોલ, આશ્ચર્યજનક વાપસી, ડ્રામા, ઉલટફેર… ક્વાર્ટર ફાઇનલ આવતા-આવતા ફીફા વિશ્વ કપ 2026 દર્શકોને રોમાંચની એક અલગ જ દુનિયામાં લઈ ગયો છે. એવામાં શું આ ટૂર્નામેન્ટ અત્યાર સુધીનો સૌથી ‘સુપરહીટ શો’ બની ગયો છે? આ જોકે સંપૂર્ણપણે વ્યક્તિગત અભિપ્રાયનો વિષય છે. છતાં પણ આંકડા દર્શાવે છે કે મેદાન પર આ વિશ્વ કપ અત્યાર સુધીની સૌથી રોમાંચક ટૂર્નામેન્ટોમાં સામેલ થઈ ચૂક્યો છે. ચાલો જાણીએ કે કઈ બાબતોમાં આ ટૂર્નામેન્ટ ઐતિહાસિક સાબિત થઈ રહી છે. ♦ દર ચારમાંથી ત્રણ ગોલ ‘ઓપન પ્લે’ થી આ વખતે આક્રમક ફૂટબોલનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર ચારમાંથી આશરે…

Read More