- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી, રેડ દરમિયાન ૨૫ શકુની ફરાર રૂ.૧.૪૭ લાખ રોકડ, ૧૯ વાહન અને ૧૦ મોબાઈલ મળી રૂ.૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત જીતુ પરમાર Mangrol તા.૨૪ઃ સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાન્ચને અંધારામાં રાખી સોરઠ પંથકમાં ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી. આ દરોડા ને પગલે અનેક અધિકારીઓને પોલીસ કર્મચારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. માંગરોળ તાલુકાના સામરડા ગામે ચાલતા જુગાર અડ્ડા પર દરોડો પાડી, ૧૦ જુગારી પાડ્યા હતા જ્યારે ૨૫ જુગારીઓ વાહનો મુકી ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયા છે, અને પોલીસે સ્થળ પાર્ટી રૂ. ૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં…
Rajkot તા.૨૪ઃ શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભરણપોષણ ૯૦,૦૦૦ મેળવા કરેલી અરજી કરી હતી.જેમા કોર્ટના હુકમનો અનાદર કરી ભરણપોષણ નહિ ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને અદાલતે ૯૦ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા અરજદાર રંજનબેન નયનભાઈ પરમારે અમદાવાદ સ્થિત પોતાના પતી નયનભાઈ પરસોતમભાઈ પરમાર ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમા અરજી કરી હતી. કોર્ટે અરજદારની અરજી મંજુર કરી અરજદારને માસીક રૂ.૧૦ હજાર ચુકવવા પતિને હુકમ કર્યો હતો. જે હુકમનુ પતિએ પાલન નહિ કરતા અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત ચડત ભરણપોષણની રકમ રૂ.૯૦ હજાર મેળવવા રાજકોટની ફેમીલી ર્કોર્ટમા અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા અરજદારના એડવોકેટ…
મેટોડાની એવી એમ એગ્રો કેર પાસેથી બાકીમા જંતુનાશક દવા લીધા બાદ પટેલ એગ્રો સેન્ટરના માલિક મનોજ સેંજલીયાએ આપેલો ચેક પરત ફર્યો તો Rajkot તા.૨૪ઃ લોધીકા પંથકમાં આવેલી એવી એમ એગ્રો કેર નામની પેઢી પાસેથી ઉધારમાં લીધેલ જંતુનાશક દવા ની રકમ ચૂકવવા આપેલો ચેક વધુ વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે રબારીકા (ગીર)ના પટેલ એગ્રો સેન્ટરના માલિક મનોજભાઈ સેંજલીયાને ફેરવી અને બે વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ૬.૪૮ લાખનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, મેટોડાની એવીએન એગ્રો કેર હોલસેલર પેઢી પાસેથી રબારીકા ગીર ગામે ધંધો કરતા પટેલ એગ્રો સેન્ટરના માલીક મનોજભાઈ ત્રિકમભાઈ…
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ Ahmedabad, તા. ૨૪ઃ ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા સોંગ ઘેરદાર ઘમ્મરિયા સાથે દર્શકો સમક્ષ એક ભવ્ય અને આકર્ષક અંદાજમાં આવી રહી છે. પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું અને સારેગામાના પ્લેટફોર્મ પર રજૂ થયેલું ઘેરદાર ઘમ્મરિયા મેઘનાની કલાત્મક સફરનું એક મહત્વપૂર્ણ પગલું છે. ગીતમાં તેનો અભિનય, ડાન્સ, અભિવ્યક્તિ અને સ્ક્રીન પ્રેઝન્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંપરાગત ગરબાની ઊર્જાને આધુનિક સંગીત અને ભવ્ય વિયુઅલ્સ સાથે રજૂ કરતા આ ગીતમાં મેઘના…
Rajkot તા.૨૪ઃ રાજકોટના મોરબી રોડ પર ૨૩ સપ્ટેમ્બરની રાત્રે ૯૩૦ વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો અને બાદમાં ટંકારા નજીક ટ્રક મૂકી પોતે ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસે ટ્રક કબજે કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં ભાવનગર રોડ પર રહેતા ૪૫ વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી…
પત્ની બોલી-ફાંસીની સજા આપો, અમે મા-દીકરો ક્યાં જઈશું, રાજકોટમાં ધોળા દિવસે ખૂની ખેલ બુક લેવાના બહાને બોલાવી મારા ભાઈ કમલેશે મારા પતિને મોતને ઘાટ ઉતારી દીધો, હું અને મારો દીકરો નોધારા થઇ ગયાઃ બહેન Rajkot તા.૨૪ઃ રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બહેને સાત વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી ભાઈએ આજે (૨૪ સપ્ટેમ્બર) બપોરના સમયે બનેવીને આડેધડ છરીના ઘા ઝીંકી બહેનને વિધવા બનાવી છે. હાલ પોલીસે આરોપી સાળાની અટકાયત કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતકનુ નામ વિમલ ધર્મેશભાઈ…
(ભાસ્કર વૈધ દ્વારા) Somnath તા.૨૪ઃ આજે આપણે અયોધ્યામાં વિરાટ નિર્માણ પામેલ રામ મંદિરના દર્શન કરીયે છીએ તેના નિર્માણનો સંકલ્પ સોમનાથ ખાતે તત્કાલીન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જીએ સોમનાથ ખાતે લીધો હતો ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦ ના રોજ સોમનાથ થી અયોધ્યા સુધી અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટેની જે રથયાત્રાનો સોમનાથથી પ્રારંભ થયો હતો આ સમયે કેવો માહોલ હતો જે સંસ્મરણો વાગોળતાં અને જેમણે સગી આંખે આ રથયાત્રા જોઈ છે અને તે સમયે તે અંગેના પ્રગટ સમાચારોના અખબારો જતનપૂર્વક સાચવ્યાં છે તેવા સોમનાથના ભાસ્કર વૈધ કહે છે ‘‘વહેલી સવારથી જ સોમનાથ મંદિર પાસે માનવ મહેરામણ ની ભારે ભીડથી છલકાયું હતું અડવાણીએ…
જીતુ પરમાર Mangrol તા.૨૪ઃ માંગરોળમાં પોલીસે એક રહેણાંક મકાનમાંથી ૪૦ કિ.ગ્રા. ગૌવંશનુ માંસ ઝડપી લઈ, છ અબોલ જીવોને બચાવી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર છે. પાંચેક દિવસ પહેલા ઝડપાયેલો માંસનો જથ્થો ગૌવંશનો હોવાના એફએસએલના રિપોર્ટ બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.૧૮ના રોજ ખાટકીવાડે નવાપરા વિસ્તારમાં હનિફ આમદ શેખ નામના ઈસમે પોતાના મકાનમાં ગૌવંશની કતલ કરી ગેરકાયદેસર ગૌમાંસનો જથ્થો રાખેલ છે એવી બાતમીને આધારે માંગરોળ મહીલા પીઆઈ એચ.કે.હુંબલ, એએસઆઈ અશોકભાઈ ડેર, હે.કો.રાકેશભાઈ રામ, જનકસિંહ સિસોદીયા, હરેશભાઈ મુછાળ, કો.જીજ્ઞેશભાઈ ચાવડા, મહિપતસિંહ કાગડા, હિરેનભાઈ ભરડા, જસ્મિતાબેન સહિતના પોલીસ સ્ટાફે રેડ કરી હતી. જ્યાં તપાસ કરતા મકાનના…
તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં બનાવ, વનવિભાગે ફૂટેજની તપાસ શરૂ કરી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૪ઃ અમરેલી જિલ્લામાં વન્યજીવો માટે માર્ગ અકસ્માતો ચિંતાજનક બની રહ્યા છે ત્યારે ખાંભા ગીર વિસ્તારમાં વધુ એક દીપડાનું વાહન હડફેટે મોત નીપજતાં વન્યજીવ પ્રેમીઓમાં ચકચાર મચી છે. ખાંભાના ખડાધારથી બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી વિગતો મુજબ, તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડ વિસ્તારમાં ખડાધારથી બોરાળા તરફના માર્ગ પર એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃત દીપડાનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા…
પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ Adaniની ૨૦૩૫ સુધીમાં રાજ્યમાં માળખાકીય પ્રકલ્પો માટે રુ.૧ લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત Kolkata તા.૨૪ઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત ’બંગાળ સિલિકોન વેલી ટેક હબ’ ખાતે ૨,૦૦૦ બેડની ક્ષમતા ધરાવતા ’Adani આરોગ્ય મંદિર’નો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો.. પશ્ચિમ બંગાળના ૨૦૨૬ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે.. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક ૨,૦૦,૦૦૦થી વધુ ઇન ડોર દર્દીઓ અને ૨૦ લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે લગભગ ૧૦,૦૦૦ રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ…
