- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) ભાદરવા સુદ ચૌદશને શુક્રવાર તા. ૨૫ સપ્ટેમ્બર ના દિવસે ગણપતિ ઉત્સવના ૧૨ દિવસ પૂરા થાય છે અને નિયમ પ્રમાણે ગણેશ વિસર્જન ચૌદશના દિવસે થાય છે. ચૌદશના દિવસે બાર દિવસે પણ વિસર્જન કરી શકાય છે એકી દિવસ જોવાની જરૂર રહેતી નથી Ganpati Visarjanમાં ગણપતિ દાદાનું ઉત્તર પૂજન કરવું. આરતી ઉતારી દાદાના જમણા કાનમાં મનોકામના બોલવી ત્યારબાદ આખા ઘરમાં અથવા ઓફિસ માં ગણપતિ દાદાની મૂર્તિને સાથે લઈ પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવું. ગણેશ વિસર્જન માટે ભાદરવા શુદ ચૌદસ નો આખો દિવસ શુભ ગણાય છે – રક્ષા મેળવવા માટે અનંત ચતુર્દશ નુ મહત્વઃ એક કથા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી સામેની ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. સતત ત્રીજા દિવસે આજે પણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીની તપાસ માટે વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખંભાળિયા સબ ડિવિઝન હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ-અલગ વીજચેકિંગ ટીમોને ઉતારીને તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા વીજજોડાણો અને વીજવપરાશની તપાસ કરવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.આ સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન, એટલે કે સોમવાર અને મંગળવારે, જામનગર શહેરના કેટલાક સ્લ્મ વિસ્તારો ઉપરાંત…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગરના સેનાનગર વિસ્તારમાં આશાપુરા દુકાનની બાજુમાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ પતિ સાથે થયેલા મનદુઃખ બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સીટી-સી પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, કોમલબેન આકાશ કાલીરમણ (ઉંમર ૨૬) તા.૨૧ સપ્ટેમ્બરના સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે તેમના પતિ આકાશ સુરજમલ કાલીરમણ (ઉંમર ૨૭)એ જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, કોમલબેન ઘરે કચરા-પોતા કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ ભીના પોતા ઉપર ચંપલ પહેરીને ચાલતાં હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મનદુઃખ થતાં પતિ બપોરે જમ્યા વગર નોકરી પર…
મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબોની સેવા, રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિન નિમિત્તે આજે જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રતિવર્ષની જેમ આ વખતે પણ ઓશવાળ સેન્ટર ખાતે મીની હોસ્પિટલ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓની તપાસ કરી જરૂરી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર શહેર અને જિલ્લામાં અલગ-અલગ ચાર બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજતાં સંબંધિત પોલીસ મથકોમાં અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઝેરી દવા પી યુવકનો આપઘાત જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ધુવાવ ગામે રહેતા ૨૮ વર્ષીય જતીનભાઇ નરેન્દ્રભાઇ કણજારીયાએ આર્થિક રીતે પૈસાની જરૂરિયાત અને લગ્ન ન થયા હોવાની બાબત મનમાં લાગી આવતા તા.૧૨ સપ્ટેમ્બરના રોજ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તા.૨૧ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે તેમના પિતા નરેન્દ્રભાઇ કણજારીયાએ પોલીસને જાણ કરી હતી. બીમારીથી આધેડનું કરુણ મૃત્યુ જોડીયા તાલુકાના કેશીયા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ ધ્રોળ જામનગર જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી બે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા.લાલપુર પોલીસે ટેભડા ગામની આકડીયાર સીમમાં બાવળની ઝાડીમાં દરોડો પાડતાં ૭ લીટર દેશી પીવાનો દારૂ તથા ૮ લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો મળી આવ્યો હતો. કુલ રૂ.૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની રેઇડ દરમિયાન આરોપી સુલેમાનભાઇ મામદભાઇ કુરેશી હાજર મળી આવ્યો ન હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બીજા બનાવમાં સીટી-સી ડિવિઝન પોલીસે ઢીંચડા રોડ પર તીરૂપતી પાર્ક ખાતેના મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીં ચંદીગઢથી ગેરકાયદે રીતે પરમીટ વગર લાવવામાં આવેલી વિદેશી દારૂની…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.૪૫) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ ફેસબુક પર ટિકટોક ડાઉનલોડ કરવાની પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી રૂ.૫૦ હજાર અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. ફારુખભાઈના જણાવ્યા મુજબ તા.૧૭ સપ્ટેમ્બરની રાત્રે તેઓ મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે ટિકટોકની એક પોસ્ટ જોવા મળી હતી. પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરતાં બતાવાયેલી એપ્લિકેશન તેમણે ડાઉનલોડ કરી હતી. બીજા દિવસે તેઓ ડ્રાઇવિંગના કામે વાડીનાર બહાર ગયા હતા.…
(રવિ મોટવાણી દ્વારા) Wankaner તા.૨૪ઃ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ મગફળી ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોને ત્રણ ઇસમોએ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને એક શ્રમિકને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટના સોરઠીયાવાસી સર્કલ પાસે કોઠારિયા કોલોનીમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ જલુએ આરોપીઓ ભરતસિંહ, ભુપતસિંહ અને અલી જેના પુરા નામ આવડતા નથી તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં જણાવ્યું છે કે અરીયાદી સરકારી કોન્ટ્રાકટ રાખે છે જીલ્લામાં નો કોન્ટ્રાકટ તેમની પાસે છે જે અંતર્ગત વાંકાનેર નર્સરી ચોકડી થાન રોડ પર સીમેલા કારખાનાનું ગોડાઉન ભાડે રાખેલ છે અને વઘાસીયા ટોલનાકા પાસે વાઈટ હાઉસ…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૪ઃ વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ ફેક્ટરીની ઓરડીમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ ૩૦ વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર ઓબી સિરામિકની ઓરડીમાં રહીને કામ કરતા છોટુ સંતરામ (ઉ.વ.૩૦) નામના યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
(રવિ મોટવાણી દ્વારા) Wankaner તા.૨૪ઃ પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા અને પુત્રને એલસીબી ટીમે પાસા તળે ડીટેઈન કરી ભાવનગર અને જુનાગઢ જેલ હવાલે કર્યા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી બુટલેગરો સામે પાસા દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પ્રોહી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ અશ્વિન નાથાભાઈ વાજા રહે ગુંદાખડા તા. વાંકાનેર અને નાથા હરજી વાજા રહે ગુંદાખડા તા. વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું એલસીબી ટીમે પાસા વોરંટની બજવણી કરતા આરોપી અશ્વિન વાજાને ભાવનગર જીલ્લા જેલ અને આરોપી નાથાને જુનાગઢ જીલ્લા જેલ હવાલે કર્યા છે
