Author: Vikram Raval

(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૨૧ઃ સુરેન્દ્રનગરમાં જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા આવતી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી ‘‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ‘‘ થીમ હેઠળ શ્રી અવધેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ પાસે વિવિધ ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે જાહેર જનતા માટે સવારે ૮૦૦ થી ૧૦૦૦ કલાક દરમિયાન ધન્વંતરિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે ૯૦૦ થી બપોરના ૧૦૦ કલાક સુધી નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ ખુલ્લો રહેશે. આ કેમ્પમાં ઉપસ્થિત રહેનાર તમામ નાગરિકો માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા…

Read More

Rajkot તા.૨૧ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલ સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૦૬ રેલવેકર્મીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓપરેટિંગ વિભાગ અને વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને એપ્રિલ, મે અને જૂન ૨૦૨૬ દરમિયાન ફરજ પર અસાધારણ તકેદારી અને જવાબદારી દર્શાવી સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, સન્માનિત થનાર કર્મચારીઓમાં શ્રી અમન કુમાર, ટ્રેન મેનેજર (માલગાડી), મુખ્ય મથકસુરેન્દ્રનગર; શ્રી હિમસાગર સતસિયા, સિનિયર…

Read More

(ભારત ભોગાયતા) Jamnagar એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઈન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર  પદ્મકાંત ત્રિવેદીની વરણી બાવીસ મા રાજ્ય તરીકે કરવામાં આવી છે. આ જાહેરાત નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર લક્ષ્મણ પટેલ દ્વારા રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની સૂચનાનુસાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના અગ્રણી વરિષ્ઠ પત્રકાર  વિપુલ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન ગાંધીનગરમાં  સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કેમ્પસ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક અખબારના સરકાર માન્ય એક્રેડિટેશન કાર્ડ ધરાવનારા પત્રકારમિત્રોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પત્રકારોએ એકસૂરે સંસ્થા માટે સમર્પિતતાનો ભાવ વ્યક્ત કર્યો…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૧ઃ મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તા. ૩૧ ઓગસ્ટથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધીના સમયમાં શહેરમાં આવેલ નાસ્તાની દુકાનો, હોટેલ, મીઠાઈ અને ફરસાણ દુકાનો સહીત ૯૦ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, એસપી રોડ, મહેન્દ્રઅંગાર ચોકડી, નગર દરવાજા સહિતના સ્થળોએ ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું ચેકિંગ કરવામાં આવેલ ૯૦ માંથી ૧૨ પેઢી પાસે લાયસન્સ ના હોવાથી નોટીસ આપવામાં આવી છે તે ઉપરાંત અખાદ્ય ખોરાક જેમાં ગુલાબજાંબુ, ૨ કિલો ભાત, ૪ કિલો મંચુરિયન, ૨ કિલો ફ્રેંચ ફ્રાઈસ, ફ્રેન્કી વાસી ૬ છાસની થેલી અને…

Read More

મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા લાંચ માગ્યાનો આક્ષેપ, ૨૦૨૨માં બે વખત ગોઠવાયેલું છટકું નિષ્ફળ રહ્યું હતું (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ઃ સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે રૂ.૧ હજારની લાંચ માગવામાં આવી હોવાના કેસમાં એસીબીએ નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં વર્ષ ૨૦૨૨માં તા. ૭ અને ૮ માર્ચે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ ખુલ્લી તપાસના અંતે તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીના જણાવ્યા મુજબ, સિક્કામાં વર્ષ ૨૦૧૮માં એક વ્યક્તિએ મકાન ખરીદ્યું હતું.…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ઃ જામનગરના માધવબાગ-૧ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે જાહેર ગલીમાં ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતી આઠ મહિલાઓને સીટી-સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી ઝડપી લીધી હતી. પોલીસે મહિલાઓ પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.૩૧,૨૫૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માધવબાગ-૧, શેરી નં.૫, મહાદેવ મંદિર પાસે જાહેરમાં કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવતાં આઠ મહિલાઓ ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતી મળી આવી હતી. પોલીસે ઝડપી લીધેલી મહિલાઓમાં ઝોલાપરા વાસની ઝોલાપરા જ્ઞાતિની ૭૫ વર્ષીય રશ્મિબેન જીતેન્દ્રભાઈ,…

Read More

પ્રદર્શન મેદાનમાં વરસાદ વચ્ચે પણ ભક્તિ સંગીતનો રંગ જામ્યો: મંચ પરથી પૂનમબેનની લાગણીસભર ટકોર, હું આયોજન કરું અને વરસાદ આવે તો આવા ૧૦૦ આયોજન કુરબાન છે (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ઃ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સાનિધ્યમાં ગઈકાલે રાત્રે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા નમો નાદ ભક્તિસભર કાર્યક્રમને જબ્બર સફળતા મળી હતી. કાર્યક્રમમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રદર્શન મેદાનમાં લોકોની ભીડ સાથે ભક્તિ, સંગીત અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. કાર્યક્રમના પ્રારંભના સમયે જ વરસાદ શરૂ થતાં થોડા સમય માટે કાર્યક્રમના રંગમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, આયોજકો દ્વારા કરવામાં…

Read More

(શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન) ભાદરવા સુદ અગિયારસ તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર આને પરિવર્તીની… પાર્શ્વ એકાદશી, પદ્મા એકાદશી અને જલ ઝુલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીની બે મુખ્ય કથાઓ છે ૧. ભગવાનનું પડખું ફરવું દેવશયની એકાદશી થી ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગનિદ્રામાં પોઢે છે. ભાદરવા સુદ અગિયારસના દિવસે તેઓ નિદ્રામાં જ પડખું ફેરવે છે, એટલે પરિવર્તન થાય છે. આથી આને પરિવર્તિની એકાદશી કહે છે. ૨. વામન અવતાર  બીજી કથા પ્રમાણે ભાદરવા સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને રાજા બલીના અભિમાનનો નાશ કરી દેવતાઓને મુક્ત કર્યા હતા. આ પરિવર્તનની શરૂઆત અગિયારસથી જ થઈ, તેથી આ…

Read More

Rajkot તા.૨૧ઃ પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા સુધારેલા કોચ સંયોજન સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને આગામી સમયગાળામાં પણ સુગમ અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળતો રહેશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૦૯૦૧૭ બાંદ્રા ટર્મિનસવેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ દર રવિવારે ૦૪ ઓક્ટોબરથી ૨૯ નવેમ્બર, ૨૦૨૬ સુધી દોડશે. આ સમયગાળામાં ટ્રેનના કુલ ૦૯ વધારાના ફેરા થશે, જેની સંચાલન તારીખો ૦૪, ૧૧, ૧૮ અને ૨૫ ઓક્ટોબર તથા ૦૧, ૦૮, ૧૫, ૨૨ અને ૨૯ નવેમ્બર, ૨૦૨૬ છે. તેવી જ રીતે,…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૧ઃ ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર રાખેલ ૧૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર ફૂલવાડી વિસ્તારમાં રહેતા સુનીલભાઈ રમેશભાઈ દંતેસરીયા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચ કે ગત તા. ૨૫ ઓગસ્ટના રાત્રીના સાડા બારથી સવા બે વાગ્યાના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એડી ૨૫૯૭ કીમત રૂ ૧૫ હજાર વાળું ઘર સામે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More