Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»મનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે
    લેખ

    મનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    માર્કંડેય પુરાણમાં એક બોધકથા છે કે રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા. એક જગ્યા એ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે અને વિચારે છે કે કૈકેયીએ રામને વનવાસ આપેલો છે મને નહિ..! મારે રામની સેવા કરવાની શી જરૂર છે? મનમાં રામ-સીતાજી પ્રત્યે કુભાવ આવ્યો છે. રામજીને ખબર પડી એટલે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ ! આ જગ્યાની માટી લઇ લે સરસ લાગે છે, તેથી લક્ષ્મણજીએ માટીનું પોટલું બાંધ્યું છે, પછી લક્ષ્મણ જયારે આ માટી દૂર મૂકે ત્યારે તેમને રામ-સીતામાં ઈશ્વરના દર્શન થાય છે પણ જેવી પોટલી ઉંચકે એટલે કુભાવ આવે છે, લક્ષ્મણને આશ્ચર્ય થયું કે આમ કેમ થાય છે? તેમણે રામજીને આનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન રામે કહ્યું કે લક્ષ્મણ આમાં તારો દોષ નથી આ માટી તેનું કારણ છે. જે ભૂમિમાં જેવાં કામ થાય છે તેના પરમાણુઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે જગાની છે તે જગામાં સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા.

    સુદ-ઉપસુંદ એ મહાભારતના આદિપર્વમાં વર્ણવેલા બે અત્યંત શક્તિશાળી અસુર ભાઈઓ હતા. તેઓ હિરણ્યકશિપુના વંશજ અને નિકુંભના પુત્રો હતા. આ બંને ભાઈઓ વચ્ચે એટલો ગાઢ પ્રેમ અને સંપ હતો કે તેઓ હંમેશાં સાથે જ રહેતા, સાથે જ જમતા અને સાથે જ ઊંઘતા હતા.

    ત્રણેય લોક પર વિજય મેળવવાની ઈચ્છા સાથે બંને ભાઈઓએ વિંધ્યાચલ પર્વત પર ઘોર તપશ્ચર્યા શરૂ કરી, તેમની ભક્તિથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. તેઓએ બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે અમે અમર થઇ જઇએ તેવું વરદાન આપો. બ્રહ્માજી કહે છે કે તમારી માગણીમાં કંઈક અપવાદ રાખો. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ હતો તેથી તેઓએ કહ્યું કે અમે બે ભાઈઓ જયારે ઝઘડીએ ત્યારે અમારા એકબીજાના હાથે જ અમારૂં મરણ થાય, અન્ય કોઈ દેવ, દાનવ, મનુષ્ય કે શસ્ત્ર અમને મારી ન શકે. સુંદ-ઉપસુંદે વિચારેલું કે અમે બે ભાઈઓ વચ્ચે કદી ઝગડો થવાનો નથી એટલે અમે કોઈ દિવસ મરવાના નથી, અમે અમર બન્યા છીએ. બ્રહ્માજીએ ‘તથાસ્તુ‘ કહી વરદાન આપી દીધું.

    વરદાન મળતા જ બંને ભાઈઓ અહંકારી બની ગયા, તેમણે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક પર આતંક મચાવ્યો. ઋષિ-મુનિઓના યજ્ઞો નષ્ટ કર્યા અને દેવતાઓને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા, તેમના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવો ફરીથી બ્રહ્માજીના શરણમાં ગયા. બંને ભાઈઓનો અંત લાવવા માટે બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે સંસારની બધી જ સુંદર વસ્તુઓમાંથી તિલ-તિલ (થોડો-થોડો) ભાગ લઈને એક અત્યંત રૂપવાન અપ્સરાનું નિર્માણ કરાવ્યું જેનું નામ તિલોત્તમા રાખવામાં આવ્યું.

    તિલોત્તમાને સુંદ અને ઉપસુંદ પાસે મોકલવામાં આવી. જ્યારે તે બંને ભાઈઓ દારૂના નશામાં ચૂર હતા ત્યારે ત્યાંથી પસાર થતી અદભૂત સુંદરી તિલોત્તમાને જોઈને બંને તેના મોહમાં અંધ બની ગયા. સુંદે તેનો જમણો હાથ પકડ્યો અને કહ્યું કે આ મારી પત્ની બનશે. ઉપસુંદે તેનો ડાબો હાથ પકડ્યો અને કહ્યું, ના, આ મારી પત્ની બનશે. તિલોત્તમાને મેળવવાની જીદ અને કામાંધતામાં બંને ભાઈઓ પોતાનો વર્ષો જૂનો પ્રેમ ભૂલી ગયા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ગદાના પ્રહારોથી બંને ભાઈઓએ એકબીજાનો વધ કરી નાખ્યો.

    આ બોધકથા આપણને શીખવે છે કે ગમે તેટલી ગાઢ એકતા હોય પરંતુ જો મનમાં અતિશય મોહ, વાસના કે અહંકાર આવી જાય તો ગમે તેવા સગા ભાઈઓ કે મિત્રો પણ એકબીજાના વિનાશનું કારણ બની જાય છે.

    મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ. ધર્મ સબંધી મૂઢતા તેને મોહ કહે છે. મોહ બે પ્રકારનો હોય છે. ૫રમાત્માની તરફ ન લાગીને સંસારમાં જ લાગી જવું અને ૫રમાત્માને સારી રીતે ન જાણવા. મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી. આ મોહ માયાની મુખ્ય શક્તિ છે. આ મોહના મૂળમાં અજ્ઞાન છે. બધા જ રોગોનું મૂળ એક માત્ર મોહ-અજ્ઞાન જ છે. સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે. આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે. જે જ્ઞાનની આંખથી સત્યના વાસ્તવિક સ્વરૂપને જોઇ શકે છે તે મોહમાં ૫ડતા નથી. મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી. મનુષ્‍ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્‍ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે. ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્ટ થઇ જાય છે. તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્‍ત થઇ જાય છે તેના ભ્રમ નષ્ટ  થઇ જાય છે અને સંદેહ દુર થઇ જાય છે. તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે. (અવતારવાણી-૩૨૧)

    અંતઃકરણમાં જે અનેક સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે. ઇચ્છાઓનો સબંધ અનેક વાસનાઓની સાથે છે. આ વાસનાઓ જ કર્મનું મૂળ છે. અનેક જન્મોની અધૂરી રહેલી સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે. કર્મોને સમાપ્ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે. જયાં પાવિત્ર્ય છે ત્યાં વાસના ઉભી થતી નથી. હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌદર્યનું સાતત્ય છે. એકાદ સુંદર યુવતિ રસ્તા ઉ૫રથી જતી હોય તો તેને જોઇને કૂતરાને વાસના થતી નથી, તેવી જ રીતે સુંદર સ્‍ત્રીને જોઇને બાળકને કે વૃધ્‍ધના મનમાં ૫ણ વાસના નિર્માણ થતી નથી, એનો અર્થ એ છે કે વસ્‍તુમાં વાસના નથી, જોનારની દ્રષ્ટિથી વાસના નિર્માણ થાય છે.

    ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે. જેમ ઇંધન વિના અગ્નિ શાંત ૫ડી જાય છે તેમ સત્વગુણની વૃધ્ધિ વૃધ્‍ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે. મનુષ્ય શરીરથી ચડીયાતું અન્ય કોઇ શરીર નથી. આવો દેવદુર્લભ દેહ મળ્યા પછી ૫ણ જે વાસનાના કાદવમાં રગદોળાયા કરે છે તેને માત્ર દેહ જ મળ્યો છે-એમ માનવું જોઇએ.

    અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે. મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે પરંતુ સુક્ષ્‍મ સંસ્કારો ટકી રહે છે, એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને છે. સુક્ષ્‍મ શરીર અકબંધ રહે છે. જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે. કામના અને કામવાસના ખરાબ નથી તેનો અતિરેક ભયંકર છે. સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ કારણ કે વાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે. જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે. વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે..ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે. 

    અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે. જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે. આનો અર્થ એ થયો કે મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે. જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકે સિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.

    મનુષ્યની મિશ્ર વાસના છે.હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ તે મિશ્ર વાસના. સંતની સદવાસના છે. જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું તે સદવાસના. રાક્ષસોની અસદવાસના છે.કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો તે અસદવાસના. વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે. સતત હરિસ્મરણ-હૃદયમાં હંમેશાં રામ હોય ત્યાં કામ-વાસના આવી શકે નહિ, પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે તે ઈશ્વરનું છે તેમ માનો-જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ, લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે. જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે તે ધણી થવામાં નથી અને વિપત્તિમાં પણ પોતાના વચનનું પાલન કરો.

    જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે. જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે. જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે. તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે. જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી. હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે. જ્યાં સુધી મનુષ્‍યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી. સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી, જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી,મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.

    અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે. અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ. અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ. ભગવાનની આઠમી પ્રકૃતિ અહંકાર એટલે પોતાના અસ્તિત્વનું સતત ભાન રહેવું. અહીં અહંકાર શબ્દ ‘ઘમંડ‘ અર્થમાં નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના હોવાપણાનું જ્ઞાનભાન રહેતું હોય છે તે અહંકાર છે. આ આઠ પ્રકારની પ્રકૃતિઓમાંથી પૂરાં બ્રહ્માંડોની ઉત્પત્તિ થતી હોવાથી તેને પ્રકૃતિ કહી છે. જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે, જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે જે પ્રભુદર્શનથી દૂર થાય છે. જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે. જેનામાં અભિમાન છે, અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી. મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે, વિનમ્રતા છે, જેના હ્રદયમાં મિઠાસ છે, જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePorbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક
    Next Article જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    September 18, 2026
    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    લેખ

    સભ્યતા, સંસ્કાર અને સમર્પણની ભૂમિ એટલે India

    September 15, 2026
    લેખ

    Rishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ

    September 14, 2026
    લેખ

    મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે

    September 14, 2026
    લેખ

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 04:57
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.