Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર
    લાઈફ સ્ટાઇલ

    લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધી જાય છે, જેના કારણે ઘરોમાં અને ખાસ કરીને રસોડામાં એક અજીબ પ્રકારની ભેજવાળી દુર્ગંધ આવવા લાગે છે. સોશિયલ મીડિયાના આ સમયમાં આવી જ મુશ્કેલીઓ નિવારવા માટે અવારનવાર અવનવા ઘરેલું નુસ્ખાઓ અને હેક્સ વાઇરલ થતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર એક એવો જ જબરદસ્ત ઉપાય ખૂબ પ્રચલિત બન્યો છે, જેમાં દાવો કરાયો છે કે લીંબુની છાલ અને તજને પાણીમાં ઉકાળવાથી ઘરની હવા સુગંધિત અને ફ્રેશ થઈ જાય છે. લોકો આ રીતને ચોમાસાની અને રસોડાની દુર્ગંધ દૂર કરવાનો તેમજ ઘરના વાતાવરણમાં કુદરતી રીતે તાજગી લાવવાનો એક આસાન રસ્તો માની રહ્યા છે. આ હેકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને તૈયાર કરવો ખૂબ જ સરળ છે.

    આ માટે બસ એક વાસણમાં પાણી લઈ તેમાં લીંબુના છોતરા અને 3-4 તજના ટુકડા નાખી દેવાના રહે છે. ત્યારપછી તેને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દેવામાં આવે છે. જેમ-જેમ પાણી ગરમ થાય છે, તેમ-તેમ તજ અને લીંબુની હળવી તેમજ મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે, જે વરસાદી ભેજની દુર્ગંધને મિનિટોમાં ગાયબ કરી દે છે.ઘરની અંદરની દુર્ગંધને દૂર કરવા માટે આ ઉપાય એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે, પરંતુ તેને ‘એર પ્યુરીફાયર’ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, લીંબુની છાલમાં ‘ડી-લિમોનેન’ (D-limonene) નામનું તત્વ હોય છે, જે તેને ખાટી અને ફ્રેશ સુગંધ આપે છે.

    બીજી તરફ, તજમાં રહેલા વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ (ઉડી જાય તેવા તત્વો) તેને એક સરસ હર્બલ સુગંધ આપે છે. જ્યારે આ બંને વસ્તુઓને પાણીમાં એકસાથે ઉકાળવામાં આવે છે, ત્યારે આ તત્વો વરાળ સાથે ભળીને હવામાં ફેલાય છે, જેનાથી ઘરમાં તાજગીનો અહેસાસ થાય છે. આ સુગંધ રસોઈની તીવ્ર ગંધ કે લાંબા સમયથી બંધ રહેલા રૂમની ભેજવાળી દુર્ગંધને દબાવી દેવામાં ચોક્કસ અસરકારક છે, પરંતુ તે હવામાં રહેલા પ્રદૂષણને આઈસોલેટ કે ખતમ કરી શકતી નથી.

    શું આ ઉપાયથી મચ્છર અને કીડા-મકોડા ભાગી જાય છે?

    ઇન્ટરનેટ પર એવો દાવો પણ કરવામાં આવે છે કે આ મિશ્રણ ઘરમાંથી મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે લીંબુની છાલ અને કેટલીક વનસ્પતિઓના એસેન્શિયલ ઓઇલ (કુદરતી તેલ)માં મચ્છરોને દૂર રાખવાના ગુણો હોય છે.

    પરંતુ, ઘરમાં સામાન્ય રીતે પાણીમાં છાલ ઉકાળવાથી નીકળતી તેલની માત્રા એટલી ઓછી હોય છે કે તે મચ્છરોને અસરકારક રીતે ભગાડવા માટે પૂરતી નથી. તેથી, જો તમે મચ્છરોથી બચવા માટે કોઈ વૈજ્ઞાનિક કે ચોક્કસ સોલ્યુશન શોધી રહ્યા હોવ, તો આ નુસ્ખો તેનો કાયમી ઇલાજ નથી.

    આ હેકનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ

    આ ઉપાય એકદમ બજેટ ફ્રેન્ડલી (સસ્તો) છે અને કિચનના વેસ્ટ એટલે કે નકામા કચરાનો સદુપયોગ કરવાનો એક શાનદાર રસ્તો છે. પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે:

    ગેસ પર નજર રાખો: ગેસ પર ઉકળવા મૂકેલા વાસણને ક્યારેય એમ જ છોડીને ક્યાંય ન જવું, કારણ કે જો પાણી સુકાઈ જાય તો વાસણ બળી જવાનો અને આગ લાગવાનો ખતરો રહે છે.

    એલર્જીનું ધ્યાન રાખો: જો ઘરમાં કોઈ વ્યક્તિને તીવ્ર સુગંધથી તકલીફ કે એલર્જી હોય, તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

    વેન્ટિલેશન: ઘરની બારી-બારણાં ખુલ્લા રાખી યોગ્ય વૅન્ટિલેશન રાખવું પણ એટલું જ જરૂરી છે.

    ટૂંકમાં કહીએ તો, આ નુસ્ખો તમારા ઘરને નેચરલ સુગંધ આપવા માટેનો એક સરસ વિકલ્પ છે, પરંતુ તે કોઈ એર પ્યુરીફાઇંગ સોલ્યુશન એટલે કે હવા શુદ્ધ કરવાનું સાધન નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ પર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી
    Next Article ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026
    ગુજરાત

    Gujaratમાં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    હેલ્થ

    Cancerની સ્માર્ટ દવા બની, સાઇડ ઇફેક્ટ પણ ઓછા ; કીમોથેરાપીમાંથી મળી શકે છે મુક્તિ

    August 21, 2026
    અમદાવાદ

    બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા, Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

    August 18, 2026
    રાષ્ટ્રીય

    Water એકી સાથે નહીં પણ… થોડુ થોડુ કરીને પીઓ

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 19:00
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.