થાનગઢ પોલીસે મુખ્ય સૂત્રધારને ગણતરીના કલાકોમાં દબોચ્યો, ૩ ફરાર!
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૬
પૈસા બમણા કરવાની લાલચમાં થાનગઢના એક આસામી સાથે રૂપિયા ૯૫,૦૦,૦૦૦/- (પંચાણું લાખ) ની છેતરપિંડી આચરવામાં આવી છે! ગઠિયાઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી, નકલી સોનું પધરાવીને આ આખી રકમ પડાવી લીધી હતી.ભોગ બનનારની રજૂઆત બાદ Surendranagar પ્રેમસુખ ડેલુ અને એસ.એસ.ભદોરીયાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પીઆઈ વી.યુ.ગડરીયા અને તેમની ટીમે લાઈટનિંગ એક્શન લીધા છે. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. પકડાયેલ આરોપી લાલાભાઈ કાળુભાઈ ભુંડીયા (ભરવાડ), રહે. મનડાસર, થાનગઢ. આ આરોપીઓ હજુ પણ ફરાર (શોધખોળ ચાલુ) ૧. લીલાભાઈ કાળુભાઈ ભુંડીયા ૨. વાધાભાઈ ભરવાડ ૩. હકુબા જાદુગર (મૂળી) મોરબી-રાજકોટમાં પણ છેતરપિંડી કર્યાની આશંકા પોલીસની અપીલ થાનગઢ પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીએ સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં પણ અનેક લોકોને શિકાર બનાવ્યા હોઈ શકે છે. જો કોઈ આ ગેંગનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

