૫૨૮ બોટલ દારૂ, કાર મળી રૂ.૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે, સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ
Rajkot તા.૫ઃ
પીસીબી દ્વારા બુટલેગરોની કમર તોડી નાખવા સપાટો બોલાવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં રાજકોટ- ચોટીલા ધોરીમાર્ગ પર આવેલ માલિયાસણ ગામ નજીક કારમાંથી રૂપિયા ૧.૩૯લાખ ની કિંમતની ૫૨૮ બોટલ દારૂ સાથે સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ કરી દારૂ અને વાહન મળી ૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વિગત મુજબ શહેરમાં આવતા વિદેશી દારૂ બંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર દ્વારા આપેલી સુચના ને પગલે પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ પી બી ત્રાજિયા આર કે જાડેજા સહિતના સ્ટાફ દ્વારા શહેરના પ્રવેશદ્વારો નજીક વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજી નદીના કાંઠે આવેલ ચુનારાવાડમાં રહેતો સુનિલ કિશન સોલંકી દૂધસાગર રોડ નજીક શિવાજીનગરમાં રહેતો સાગર ભરત મકવાણા નામનો ૩ ૪૯ ૧૫ નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની મળેલી એ.એસ.આઇ મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે બેડી ચોકડી થી માલિયાસણ ગામ તરફ જતા માર્ગ પર એ.એસ.આઇ સ્ટાફ મયુરભાઈ પાલરીયા સંતોષભાઈ મોરી હરદેવસિંહ રાઠોડ અનિલભાઈ સોનારા કિરતસિંહ ઝાલા વિરેન્દ્રસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી
ત્યારે ઉપરોક્ત નંબરની પૂરપાટ ઝડપે આવતી કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા ૧.૩૯ લાખની કિંમતની ૫૨૮ બોટલ દારૂ સાથે સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ કરી હતી પોલીસે કાર અને વાહન મળી રૂપિયા ૬.૩૯ લાખનો મુદ્દામાત કબજે કર્યો હતો ત્યારે ઝડપાયેલા બંને શખ્સો આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને ડિલિવરી આપવાની હતી તે મુદ્દે તપાસ માટે બંનેની રિમાન્ડ મેળવવા તજવીજહાથ ધરવામાં આવી છે

