સેવા હી સંકલ્પ અંતર્ગત ચેઈન પુલિંગના કેસોમાં ૨૦ આરોપીઓ ઝડપાયા; ૦૩ લોકોને પરિજનો સાથે મેળવ્યા
Rajkot તા.૭ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા નસ્ત્રસેવા હી સંકલ્પથથ હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે મિલકતોના રક્ષણ માટે સપ્ટેમ્બર ૨૦૨૬માં વિવિધ અભિયાનો થકી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન છઙઋ દ્વારા મુસાફરોની સહાયની સાથે-સાથે રેલવે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૬ (૦૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી) દરમિયાન રાજકોટ ડિવિઝન છઙઋ દ્વારા કરવામાં આવેલી મુખ્ય કામગીરી નીચે મુજબ છેઃ
ઑપરેશન અમાનતઃ
રેલવે સુરક્ષા દળે નસ્ત્રઑપરેશન અમાનતથથ અંતર્ગત ફરજ દરમિયાન તત્પરતા અને સહયોગની ભાવના દાખવીને રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા ૩૦ મુસાફરોના ૭,૭૦,૨૧૧/- ની કિંમતના સામાનને સુરક્ષિત રીતે શોધી કાઢીને સંબંધિત મુસાફરોને સોંપ્યો હતો.
ઑપરેશન નન્હે ફરિશ્તેઃ
ઑપરેશન નન્હે ફરિશ્તે હેઠળ ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન RPF દ્વારા ૦૨ બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મેળવવામાં આવ્યા હતા.
ઑપરેશન ડિગ્નિટીઃઃ
નસ્ત્રઑપરેશન ડિગ્નિટીથથ અંતર્ગત કોઈ કારણોસર પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા ૦૧ વ્યક્તિને છઙઋ દ્વારા સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મેળવવામાં આવ્યો હતો.
ઑપરેશન ઉપલબ્ધ રેલવે ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ કાર્યવાહીઃ
રેલવે ટિકિટોના કાળાબજાર સામે કડક વલણ અપનાવતા છઙઋએ નસ્ત્રઑપરેશન ઉપલબ્ધથથ હેઠળ રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં રેલવે ટિકિટોની કાળાબજારી કરતા ૦૧ શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઑપરેશન યાત્રી સુરક્ષા મુસાફરોના સામાનની ચોરીના કેસમાં કાર્યવાહીઃ
રેલવે સુરક્ષા દળ દ્વારા મુસાફરોના સામાનની ચોરી કરનારાઓ વિરુદ્ધ નસ્ત્રઑપરેશન યાત્રી સુરક્ષાથથ ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સતર્કતા અને સત્વર કાર્યવાહી દાખવીને રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં મુસાફરોના સામાનની ચોરીના ૦૧ કેસમાં ૦૧ આરોપીને પકડી પાડીને ગવર્મેન્ટ રેલવે પોલીસ (ૠછઙ)ને સોંપવામાં આવ્યો હતો. આરોપી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઑપરેશન સમય પાલન ચેઈન પુલિંગ વિરુદ્ધ કાર્યવાહીઃ
ટ્રેનોના સંચાલનને અસર પહોંચાડનારાઓ સામે લાલ આંખ કરતા છઙઋએ રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં નસ્ત્રઑપરેશન સમય પાલનથથ હેઠળ પેસેન્જર ટ્રેનોમાં અનધિકૃત રીતે ચેઈન પુલિંગ કરી રેલ વ્યવહારને ખોરવનારાઓ સામે પગલાં લીધાં હતાં. આ દરમિયાન કુલ ૨૮ કેસ નોંધાયા હતા અને ૨૦ આરોપીઓને પકડીને તેમની સામે રેલવે એક્ટ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઑપરેશન જનજાગરણ મુસાફરો અને સામાન્ય જનતામાં જાગૃતિઃ
મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને જાગૃત કરવાના હેતુથી નસ્ત્રઑપરેશન જનજાગરણથથ અંતર્ગત રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. છઙઋ પોસ્ટ અને ચોકીઓ પર બેનરો લગાવીને, પબ્લિક એડ્રેસ (ઙઅ) સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને તેમજ ગામના સરપંચો/આગેવાનો સાથે બેઠકો યોજીને લોકોને રેલવે ટ્રેક ક્રોસ ન કરવા, ચાલુ ટ્રેનો પર પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા, માનવ તસ્કરી જેવા વિષયો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નસ્ત્રછઙઋ સેવા હી સંકલ્પ ભાવના સાથે મુસાફરોની સુરક્ષા-સહાય અને રેલવે મિલકતોના રક્ષણ માટે સતત તત્પરતાથી કાર્ય કરી રહ્યું છે. મુસાફરોને અપીલ છે કે તેઓ રેલવેના નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રેલ મુસાફરીમાં સહયોગ આપે.થથ

