Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    • તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»“આવત પંથ કબંધ નિપાતા”, કબંધ પ્રભુ સન્મુખ થયો અને હરિચરણ દર્શનથી શ્રાપ મુક્ત થયો!
    લેખ

    “આવત પંથ કબંધ નિપાતા”, કબંધ પ્રભુ સન્મુખ થયો અને હરિચરણ દર્શનથી શ્રાપ મુક્ત થયો!

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 7, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    માનસ કબંધની સાતમા દિવસની કથામાં પ્રવેશતાં કહ્યું કે, માનસનાં આધારે, કે પછી અન્ય ગ્રંથોનાં આધારે, સંતો પાસેથી સાંભળેલી વાતનાં આધારે, અને મૂળમાં તો ગુરુકૃપાને આધારે, આપણે કબંધનાં માધ્યમથી આપણાં જીવનનું દર્શન કરી રહ્યાં છીએ. પ્રસંગની પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે ગિરિરાજ જટાયુને પ્રભુએ ગોદમાં લીધાં, પિતા તુલ્ય આદર આપીને ભગવાન રામ ગીધરાજ જટાયુને બાપ કહી એનું લોહી લુછે છે, અંતમાં બંને ભાઈઓ ગીધરાજનાં અગ્નિસંસ્કાર કર્યા, અને એને નિર્વાણ આપ્યું. પરંતુ માનવ ભક્ષી અને અદમ જાતિના ગીતને પ્રભુએ યોગ્ય જેમ મુક્તિ માંગે છે એ ગતિ પ્રદાન કરી, ભગવાન રામ કોમલ ચિત્ત છે દિન દયાળ છે કારણ વિના કૃપા કરે છે, કૃપાનાં વિગ્રહનું નામ જ ભગવાન રામ છે. ગીતમાં ઘણાં દોષ છે, ગીત અધમ છે ગીધ માંસ ખાય છે, અભક્ષણ કરે છે ગીધનો ત્રીજો દોષ છે, એ આકાશમાં બહુ ઊંચે ઉડે છે, પરંતુ એની દ્રષ્ટિ નીચી છે, એ જુએ છે કે સબ ક્યાં પડ્યું છે! અને જ્યાં સબ દેખાય ત્યાં એટલી ઊંચાઈ છોડીને તરત જ નીચે આવે છે. સમાજમાં પણ એવાં ઘણાં વ્યક્તિ છે, જે પ્રગતિ કરી ઊંચાઈ તો પ્રાપ્ત કરી લે છે, પરંતુ એમની દ્રષ્ટિ બહુ જ નિમ્ન રાખે છે કે, મારો સ્વાર્થ ક્યાં છે?  અને સ્વાર્થ જોઈ ત્યાં એકદમ નીચે આવી જાય છે. રામચરિત માનસમાં બે ગીધની વાત છે જટાયુ અને સંપાતિ, બંને ભાઈઓ છે, એ ખૂબ જ ઊંચે ઉડવાના આદતી છે, પરંતુ ઘણાં કુળ એવા હોય છે, જેનું આખેઆખું ખાનદાન અધમ હોય, પરંતુ એમાં પણ કોઈ અપવાદ નીકળે, એ રીતે જટાયુ અને સંપાતિ બંને ભાઈઓ ગીધ જાતિના હોવા છતાં એમની દ્રષ્ટિ નીચી ન્હોતી.
      ભક્તિ દુષણ ને ભૂષણ કરી દે છે, ઘણાં મૌન રહે છે, ઉદાસ રહે છે! હાસ્યના સંગે જીવો આટલી પ્યારી પૃથ્વી, આટલો પ્યારો સુરજ, એ આપણા હકના છે, આખા આકાશમાં આપણે માલિક છીએ, આ નદીઓ આપણા માટે વહે છે, માટે એન્જોય કરો! ભગવાન શંકરનાં નવ અવગુણ બતાવ્યાં છે, પણ પાર્વતીરૂપી ભક્તિ સાથે એનાં વિવાહ થતાં, એ ભૂષણ બની ગયા.
    નિર્ગુન, નિલજ કુબેષ કપાલી,
    અકુલ અગેહ દિગંબર બ્યાલી.
    નિર્ગુણ: કોઈ ગુણ ન હોય એ પણ દોષ છે, થોડો તમો ગુણ હોવો જોઈએ, રજો ગુણ હોવો જોઈએ, અને સતો ગુણ પણ હોવો જોઈએ. આપણે ગુણાતીત તો થઈ નથી શકતાં, કેમ કે જીવ છીએ. શંકરમાં કોઈ ગુણ નથી, એ એનો પ્રથમ અવગુણ છે. પરંતુ ભક્તિ આવે છે તો દૂષણ ભૂષણ બની જાય છે, ગુનાહિતીત અરુ ભોગ પુરંદર. નિર્ગુણનો મતલબ ગુણાતીત થઈ ગયા તે, નિર્લજ્જતા: એ દોષ છે, પરંતુ ભક્તિ આવે છે તો જે લોકોની દ્રષ્ટિમાં મીરાં નિર્લજ્જ હતી, એ જગદીશની દ્રષ્ટિમાં ભક્તિની શિરોમણી બની ગઈ, વિશ્વની ઈજ્જત બની ગઈ. કુબેષ: શંકરનો વેશ સારો નથી, એમણે શરીર પર સાપ લટકાવ્યા છે, ભસ્મ લગાવી છે, બહુ રજોગણી નહીં પરંતુ સાત્વિક વેશ હોવો જોઈએ. હનુમાનજી મહારાજ માત્ર એક લંગોટ પહેરતાં હતાં પરંતુ ભક્તિ એ એમને ભૂષણ બનાવી દીધાં. કપાલી: ભગવાન શિવ તો કપાલી છે, કપાલી એટલે મરેલા માણસોની ખોપરીને પહેરે એ. જીવિત લોકોને તો સૌ ગળે વળગાડે, પરંતુ મારા મહાદેવ તો જેણે જીવ ગુમાવ્યો છે, એટલે કે જેનો ઉત્સાહ મરી પરવાર્યો છે, જે મરતાં મરતાં જીવી રહ્યાં છે, એવાં લોકોને પણ ગળે લગાવીને પોતાની શોભા બનાવે છે. અકુલ: કુળ વગરના હોવું એ દોષ છે. શંકરનું કોઈ કુળ નથી, એમનું સૂર્યકુળ નથી, ચંદ્રકુળ નથી, અગ્નિકૂળ નથી, શંકર ક્યાં કુળના છે? એ અજન્મા છે. જેના કુળ નું કોઈ ઠેકાણું ન્હોય, જેનામાં પણ ભક્તિ આવી જાય, ત્યારે એના કુળનો પરિચય થઈ જાય છે. હરષિ સુધા સમ ગિરા ઉચારી. અગેહ: ભગવાન શિવ ઘર વગરના છે સન્યાસી ને ક્યાં ઘરબાર હોય છે, અકીંચન અને અપરિગ્રહ જેના વ્રત હોય, એને કેવા ઘરબાર! ભક્તિ ઘરવિહોણાને પણ ભૂષિત કરી દે છે. દિગંબર: નગ્ન રહેવું એ શંકર ભગવાનનો દોષ છે, પરંતુ નગ્ન રહેવાનો મતલબ કે કપટથી મુક્ત રહેવું, નિર્દંભ રહેવું, કોઈ વસ્ત્ર નહીં, એનો મતલબ કોઈ પરદો નહીં, કોઈ આવરણ નહીં, કોઈ વેરીવૃત્તિ નહીં, ભક્તિ માણસને નિષ્કપટ બનાવી દે છે, મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા. બ્યાલી: શિવ સર્પોના આભૂષણ રાખે છે, ભક્તો પણ આભૂષણ પહેરે છે. મહારાજ જનક રામના પ્રેમી છે, અને સમ્રાટ છે, કેટલા કેટલા અલંકારો પહેરતા હતાં! પરંતુ એમના મનમાં તો એવું હતું કે આભૂષણમાં વધારે આસક્તિ થઈ જાય તો એને ભુજંગ બનવામાં વાર નથી લાગતી, એ જ ભુજંગ દંસ દેશે, મારી નાખશે, એવી અનાસક્તિનો બોધ થાય છે .તો ભક્તિ નવ પ્રકારના દોષોને સુશોભિત કરી દે છે.
    સંપાતિ અને જટાયુમાં ઘણાં દોષ છે, ઉપર ઉડવું અને દ્રષ્ટિને નીચે રાખવી, શબો પર દ્રષ્ટિ રાખવી અભક્ષ ભક્ષણ કરવું, અહંકારને કારણે સૂરજની સ્પર્ધા કરવી, એ બધા દોષ છે. પરંતુ રાઘવે એવાં ગીધરાજને અધમ પક્ષીને ગતિ આપી, જે યોગીઓને પણ ન મળે! કેમ કે રામ કોમળ ચિત્ત છે.
    જટાયુનાં કહેવાં અનુસાર રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ સીતાની શોધ કરવાં વનમાં ગયા એવા સમયે કબંધ આવ્યો. પ્રભુએ કબંધને પાડી દીધો, દિવ્ય ગતિ પામ્યા પહેલાં ,કબંધે પોતાનાં શ્રાપની વાત કહી, અને કહ્યું કે આપનાં ચરણનાં દર્શનથી હું શ્રાપ મુક્ત થયો. તુલસીનું નિવેદન જુઓ, “આવત પંથ કબંધ નિપાતા”, જીવ ગમે એટલો પાપી કેમ ન્હોય, પરંતુ પરમાત્માની સન્મુખ થાય તો કોટી કોટી જન્મોના પાપોથી તતક્ષણ મુક્ત થઈ જાય છે. હરિચરણનાં દર્શન માણસને તત્ક્ષણ મુક્ત કરે છે, અને એ રીતે ગંધર્વ નિષ્પાપ થઈ ગયો. ભગવાન રામ સંબંધને ઉપદેશ આપે છે, કે મન વચન અને કર્મથી કપટ છોડીને જે ભૂદેવ એટલે કે બ્રાહ્મણની સેવા કરે છે, એને હું આધીન છું! એટલે અહીં કોઈ વર્ણની વાત નથી પરંતુ, સત્વગુણની પ્રધાનતા હોય, સંસ્કૃતિની રક્ષણ કરનારાને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ભગવાન રામ પણ પૃથ્વી પર જન્મ લે છે, અને મન વચન અને કર્મથી કપટ છોડીને બધાની સેવા કરે છે. ઉત્તરકાંડમાં રાજ્યરોહણ બાદ સમગ્ર પ્રજાને એકઠી કરીને ભગવાન રામ એક નાગરિક સંબોધન કરે છે, અને કહે છે, “બડે ભાગ માનસ તનુ પાવા”, આ પૃથ્વી પર સૌને બહુ જ સારા ભાગ્યના કારણે મનુષ્ય શરીર મળ્યું છે, જે દેવથી પણ ઊંચું છે, અને એ રીતે આપણે સૌ પણ પૃથ્વીના દેવ છીએ. કથાનાં પ્રવાહમાં ગંગા તટે વિશ્વામિત્રએ ગંગા અવતરણની કથા કહી, ત્યાં સુધીની કથા કહી સાતમા દિવસની કથાને વિરામ આપ્યો.
       સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ Jamnagarમાંથી ઝડપાયા
    Next Article Jamnagar: કંટાળેલી બે પત્નીઓએ નશાબાજ પતિઓને પકડાવી દીધા
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026
    લેખ

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026
    લેખ

    ખાદીને જીવનમંત્ર બનાવનાર અને કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણી

    August 7, 2026
    લેખ

    તંત્રી લેખ… મંદિર સંચાલકોને તૈયાર કરવાનો સમય છે

    August 7, 2026
    સાહિત્ય જગત

    ગ્રહોની ‘શક્તિ’ તમારા ખિસ્સામાં નથી; તમારા આચરણમાં છે

    August 7, 2026
    સાહિત્ય જગત

    હે પ્રભુ, એવો કયો ઉપાય છે જેના દ્વારા મનુષ્ય બધા દુ:ખોને દુર કરી શકેછે ?

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:28
    Categories
    Latest News

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.