Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ
    વડોદરા

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્પોરેટ ઇવેન્ટ્‌સથી લઈને ખાનગી ઉજવણીઓ સુધીની સુવિધા, સ્થાનિક રોજગારીને પણ મળશે પ્રોત્સાહન

    Vadodara, તા.૪

    વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં ૬૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ આ ક્રૂઝ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી સુવિધાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રવાસનને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ પ્રોત્સાહન મળશે.

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી ૨૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સેવા સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ સફર દરમિયાન પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. વધતી જતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ અને આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ શરૂ કરવામાં આવી છે.

    આ નવી ક્રૂઝ માત્ર પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાવસાયિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પણ તૈયાર કરવામાં આવી છે. અહીં જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્‌સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ પ્રોડક્ટ લોન્ચ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના સુંદર વાતાવરણમાં યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.

    રાત્રિના સમયે ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાંજ અને રાત્રિના સમયે નદીમાં ક્રૂઝનું દૃશ્ય વધુ મનમોહક બનશે અને પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સર્જાશે.

    નવી ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ

    ૬૦૦ મુસાફરોની ક્ષમતા
    ૨૫૦ લોકો માટે આધુનિક ડાઇનિંગ સુવિધા
    ૩૦ મીટર લંબાઈ અને ૧૨ મીટર પહોળાઈ
    ૫* ૪ મીટરનું વિશાળ સ્ટેજ
    આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ
    કોર્પોરેટ ઇવેન્ટ્‌સ, પાર્ટી, સેલિબ્રેશન, પ્રોડક્ટ લોન્ચ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશેષ ડિઝાઇન

    નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દૃષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં વધુ આધુનિક અને વિશાળ છે. મોટા ડાઇનિંગ વિસ્તાર અને સ્ટેજને કારણે મોટા પાયે કાર્યક્રમો સરળતાથી યોજી શકાશે. આ સુવિધા લગ્ન સમારંભો, ખાનગી ઉજવણીઓ અને વિવિધ કોર્પોરેટ કાર્યક્રમો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ નવી પહેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને વધુ સમૃદ્ધ અને યાદગાર અનુભવ મળશે. સાથે જ નર્મદા જિલ્લાના પર્યટન વિકાસને નવી દિશા મળશે અને સ્થાનિક લોકોને રોજગારી તેમજ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે
    Next Article Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    વડોદરા

    Prime Minister Modi ગુજરાતમાં: 35,200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    વડોદરા

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે, ૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,610
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 21:45
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.