(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૧
રાજકોટમાં રહેતા અને બાબરાના અમરાપરાના વતની એવા એક સ્કુલ સંચાલકે બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી પિતા પુત્ર સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય અને અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. અને પાંચ વર્ષ પહેલા આરોપીઓને મીત્રતાના નાતે સ્કુલ સંચાલકે પોતાની બાબરા માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાન ભાડેથી આપેલ હતી. અને તેમાં આરોપીઓ તેમાં પેઢી ચલાવતા હતા. અને આરોપીઓને જ્યારે જરૂર પડ્યે ત્યારે આ સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા.
જેથી આ સ્કુલ સંચાલકને આ બંને આરોપી ઉપર પુરો વિશ્વાસ અને ભરોસો હોય, અને ત્યારે આરોપીઓ ઉપર દેણું થઇ ગયેલ હોય અને આરોપીઓને રૂપીયાની જરૂરત હોય, જેથી સ્કુલ સંચાલકે આજથી બે વર્ષ પહેલા આરોપીઓને રૂપિયા ૧૦,૦૦,૦૦૦ રોકડા આપેલ હતા. તેમજ ગત તા.૨૬/૧૧/૨૫ ના રોજ રૂપિયા ૪,૮૦,૦૦૦ બેંક એકાઉન્ટ દ્વારા આપેલ હતા. તેમજ આરોપીઓના કહેવાથી અમરાપરા મુકામે આવેલ સ્કુલ સંચાલકની માલીકીના બે મકાનનો દસ્તાવેજો કરી આપી, જેના કિમત રૂપિયા ૫૨,૦૦,૦૦૦ એમ કુલ રૂપિયા ૬૬,૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા જે રૂપીયા આરોપીઓએ સ્કુલ સંચાલકને સને-૨૦૨૬ ના માર્ચ મહિનામાં પરત આપી દેવાનો વિશ્વાસ અપાવેલ હતો.
પરંતુ આ રૂપીયા પરત આપેલ ન હોય અને સ્કુલ સંચાલકે તેમની પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા રૂપીયા પરત ન આપી બંને આરોપીઓ તેમના મોબાઇલ ફોન બંધ કરી ઘરેથી ક્યાંક જતા રહી સ્કુલ સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મોટા મૌવા, કદમ હાઇટસ, ફ્લેટ નંબર-૨૦૧માં રહેતા અને બાબરાના અમરાપરાના વતની અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ નામના ૪૬ વર્ષીય સ્કુલ સંચાલકને બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી નિગમભાઇ મનોજભાઇ ગૌસ્વામી તથા મનોજભાઇ ગૌસ્વામી સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય અને અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. અને પાંચ વર્ષ પહેલા આરોપીઓને મીત્રતાના નાતે સ્કુલ સંચાલકે પોતાની બાબરા માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાન ભાડેથી આપેલ હતી. અને આરોપીઓ તેમાં શીવમ એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ચલાવતા હતા. અને આરોપીઓને જ્યારે જરૂર પડ્યે ત્યારે સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા.
જેથી આ સ્કુલ સંચાલકને આ બંને આરોપી ઉપર પુરો વિશ્વાસ અને ભરોસો હોય, અને ત્યારે આરોપીઓને દેણું થઇ ગયેલ હોય અને રૂપીયાની જરૂરત હોય, જેથી સ્કુલ સંચાલકે આજથી બે વર્ષ પહેલા આરોપીઓને રૂપિયા ૧૦,૦૦,૦૦૦ રોકડા આપેલ હતા. તેમજ ગત તા-૨૬/૧૧/૨૫ ના રોજ રૂપિયા ૪,૮૦,૦૦૦ બેંક એકાઉન્ટ દ્વારા આપેલ હતા. તેમજ આરોપીઓના કહેવાથી અમરાપરા મુકામે આવેલ સ્કુલ સંચાલકની માલીકીના બે મકાનનો દસ્તાવેજો કરી આપી, જેના કિમત રૂપિયા ૫૨,૦૦,૦૦૦ એમ કુલ રૂપિયા ૬૬,૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા જે રૂપીયા આરોપીઓએ સ્કુલ સંચાલકને સને-૨૦૨૬ ના માર્ચ મહિનામાં પરત આપી દેવાનો વિશ્વાસ અપાવેલ હતો. પરંતુ આ રૂપીયા પરત આપેલ ન હોય અને સ્કુલ સંચાલકે તેમની પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા રૂપીયા પરત ન આપી બંને આરોપીઓ તેમના મોબાઇલ ફોન બંધ કરી ઘરેથી ક્યાંક જતા રહી સ્કુલ સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

