- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
આ ગીત પર પોતે ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હોવાનો સંગીતકાર સરગમ વૈશનો દાવો mumbai, તા.૨૨ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નું ટ્રેલર રિલિઝ થતાં જ તેમાં વપરાયેલાં ગીત વિશે વિવાદ ફાટી નીકળ્યો છે. સંગીતકાર સરગમ વૈશે રવિવારે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે મારી મંજૂરી કે સંમતિ વિના જ આ ગીતને ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાંં વાપરવામાં આવ્યું છે જેને તત્કાળ હટાવી લેવામાં આવે.આ પોસ્ટમાં સરગમે જણાવ્યું હતું કે હું આ ગીત અયિગિરી નંદિની પર ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું અને તે વાપરવા માટે મારી કોઇ મંજૂરી કે સંમતિ લેવામાં આવી નથી. મેં એક મ્યુઝિક લેબલ…
ફિલ્મ સ્પાઇડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે એ વિશ્વભરમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી mumbai, તા.૨૨ બોલીવૂડ હોય કે હોલીવુડ, કોની કેટલી કમાણી છે અને કઇ ફિલ્મે કેટલી કમાણી કરી એના માપદંડ પર જ સઘળાં મૂલ્યાંકનો થતાં હોય છે, બાકી સ્ટારડમ તો ગ્લેમર ચમકાવવાનો જ માયનો છે. એક એવો હીરો હમણાં વૈશ્વિક ક્ષિતિજે ચમક્યો છે, જેણે ટૂંકા ગાળામાં ઢગલો નાણાં કમાઇ લીધાં છે. ૩૦ વર્ષની ઉંમરે, ટોમ હોલેન્ડે એવી સિદ્ધિ મેળવી છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તે પોતાની કારકિર્દીમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો સાથે અભિનેતાઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે ૨૦૨૬ ની રેકોર્ડબ્રેક…
બ્લેક-બ્લુ આઉટફિટમાં શ્વેતાનો ગ્લેમરસ અંદાજ અને તસવીરો જોઇને ચાહકોએ આફરીન થઇ સોશિયલ મીડિયા ઉપર પ્રસંશાના પુષ્પો વેર્યા mumbai, તા.૨૨ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોની નજર તેમના સ્ટાઇલિશ લુક પર ટકી ગઈ છે.ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. ફિટનેસના મામલે પણ તે પોતાની પુત્રી પલક તિવારીને ટક્કર આપે છે. ૧૮ સપ્ટેમ્બરે શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ…
ગ્રામીણ મહારાષ્ટ્રના પરંપરાગત ગોંધલ વિધિની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી આ ફિલ્મ એક નવપરિણીત યુગલની આસપાસ ફરે છે Mumbai, તા.૨૨ વિશ્વપ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની કોઇપણ કેટેગરીમાં સ્થાન હાંસલ કરવું એ ફિલ્મજગતની કોઇપણ હસ્તી માટે અત્યંત ગર્વની બાબત છે. ૯૯મા એકેડેમી એવોડ્ર્સ (ઓસ્કાર ૨૦૨૭)માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતની એન્ટ્રી તરીકે મરાઠી ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. દિગ્દર્શક સંતોષ દાવખર કહે છે, “મને પહેલા દિવસથી જ વિશ્વાસ હતો કે તેમની ફિલ્મને ૨૦૨૭ના ઓસ્કાર માટે સત્તાવાર એન્ટ્રી મળશે.” દિગ્દર્શકે આશા વ્યક્ત કરી છે કે દેશની જીવંત સંસ્કૃતિ અને વારસાની આ ઉજવણી આંતરરાષ્ટ્રીય દર્શકો સાથે પડઘો પાડશે. દાવખરે પોતે “ગોંધાલ” માટે સ્ક્રિપ્ટ લખી…
દીકરી બાદ હવે પુત્રનું સ્વાગત; દંપતીએ પરિવારનો ફોટો શેર કરીને લખ્યું—“હાય લિટલ ગાય!” mumbai, તા.૨૨ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફેમ અભિનેત્રી મિલી બોબી બ્રાઉન અને તેમના પતિ જેક બોંગિયોયીએ પોતાના બીજા બાળકનું દત્તક દ્વારા સ્વાગત કર્યું છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરવાની સાથે પોતાના વધતા પરિવારની એક સુંદર ઝલક પણ આપી છે.ઇન્સ્ટાગ્રામ મૂકેલી એક સંયુક્ત પોસ્ટમાં મિલી અને જેકે પરિવારના સભ્યો એકબીજાનો હાથ પકડીને ઊભા હોય તેવો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં તેમના પુત્રનો નાનકડો હાથ જેકની આંગળી પકડીને જોવા મળે છે, જ્યારે મિલી અને તેમની દીકરી પણ તેનો હાથ પકડી રહ્યા છે. મિલીએ ફોટોના કેપ્શનમાં માત્ર એટલું જ લખ્યું,…
નાઇટ કોમ્બિંગ અને ડે-ડ્રાઇવમાં ૧૯ કાર અને ૧૨૮ બાઇક જપ્ત ૧.૧૯ લાખનો પેન્ડિંગ દંડ વસૂલાયો Rajkot તા.૨૧ઃ રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. નંબર પ્લેટ વિના બેફામ દોડતા વાહનો સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ વિશેષ કોમ્બિંગ નાઇટ અને ડે ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પોલીસે નંબર પ્લેટ વિનાના ૧૪૭ વાહનો ડિટેઇન કરી, ૨૪૯ પેન્ડિંગ ઈ-ચલણ પેટે રૂ. ૧,૧૯,૨૦૦નો દંડ સ્થળ પર જ વસૂલ કર્યો હતો. ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯ સપ્ટેમ્બરની રાત્રે અને…
દારૂ, ટ્રક, પેઈન રિલીફ ટ્યુબના રો મટીરીયલ સહીત રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે, ક્લિનરની ધરપકડ, ડ્રાયવર ફરાર દારૂ મંગાવનાર બુટલેગર, કાર લઇ દારૂ ભરવા ગયેલી બેલડી, ચંદીગઢથી દારૂ મોકલનાર સપ્લાયર સહીત સાત શખ્સોની શોધખોળ Rajkot તા.૨૧ઃ રાજકોટ શહેરમાં અગાઉ હલેન્ડા નજીક પાર્કિંગમાંથી દારૂ ભરેલો ટ્રક અને કુવાડવા નજીક ગોડાઉનમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપ્યા બાદ વધુ એકવાર એસએમસીની ટીમે ત્રાટકી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. અમદાવાદ હાઇવે પર એરપોર્ટ પોલિસની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૬૦૪ પેટીમાં રહેલ ૨૧૭૯૨ બોટલ દારૂ ભરેલો આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે. અહીંથી વિજિલન્સએ દારૂ, ટ્રક અને રો મટીરીયલ સહીત રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી…
દવા લઈ પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત, ૩ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની Rajkot તા.૨૧ઃ શહેરના મવડી ચોકડી પાસે હિમાલય શેરીમાં રહેતા ૫૮ વર્ષીય પ્રૌઢ ગત તા ૧૭ ના રોજ એમ્સ હોસ્પિટલ ચેકઅપ કરાવી પરત ફરતી વેળાએ અજાણ્યા ફોરવીલ સાથે અકસ્માત થતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે દમ તોડ્યો હતો ઘટનાની જાણ હતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતથી ઘટનાઓના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે મવડી ચોકડી પાસે હિમાલય સોસાયટીમાં રહેતા…
રેવન્યુ બારના પૂર્વ પ્રમુખ સી.એચ. પટેલ, સરકારી વકીલ બીનલબેન રવેસીયા અને ખેરૂનબેન ભુવડની વરણી Rajkot તા.૨૧ઃ ગત શનિવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્ષ ૨૦૨૬ ના ચૂંટાયેલા સભ્યોની પથમ મળેલી સામાન્ય સભામાં હોદ્દેદારો અને ૧૫ સમિતિની સરવાનુંમતે વરણી કર્યા બાદ રાજકોટના રેવન્યુ ૧૨ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા યુવા ધારાશાસ્ત્રી સીએચ પટેલ, સરકારી વકીલ બીનલબેન રવેસીયા અને મહિલા ધારાશાસ્ત્રી ખેરૂનબેન સહિત રાજ્યના ૨૬ વકીલોની કો. ઓપ્ટ. સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા સિનિયર જુનિયર વકીલો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી છે. વધુ વિગત મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા હાઇકોર્ટના એડવોકેટ જનરલના અધ્યક્ષ સ્થાને મહત્વની મળેલી બેઠકમાં ચેરમેન વાઈસ ચેરમેન સહિતના હોદેદારો…
ગોલ્ડ પોલિશ કારીગર સુફરઅલી શેખએ દુકાનમાંજ પગલુ ભર્યું, પરિવારમાં કલ્પાંત Rajkot તા.૨૧ઃ શહેરમાં ઘાંચીવાડ રહેતા અને સોનીબજારમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા પ્રૌઢે પત્ની, પુત્ર સાથે ફોનમાં માથાકૂટ થયા બાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબે પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘાંચીવાડમાં રહેતા અને ગોલ્ડ પોલિશનું કામ કરતા સુફરઅલી અબ્દુલ રહેમાન શેખ ઉમર ૪૫ વર્ષીય પ્રૌઢે સોનીબજાર ખાતે આવેલી સોનાની દુકાનમાં ગત ૨૦મીએ સવારે સાડા નવ વાગ્યાની…
