- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
સર્વેમાં સામેલ ૯૮ ટકા અર્થશાસ્ત્રીઓને આશા છે કે, આગામી ૧૨ મહિનામાં ભારતમાં સરેરાશ કે તેનાથી વધુ સારો ગ્રોથ થશે New Delhi, તા.૨૩ WEF એટલે કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક તાજેતરના સર્વેમાં ભારત સૌથી મજબૂત ગ્રોથ વાળી ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. ૭૪% મુખ્ય અર્થશાસ્ત્રીઓને આશા છે કે, આગામી વર્ષે ભારતમાં મજબૂત કે ખૂબ જ મજબૂત ગ્રોથ થશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના સર્વેમાં સામેલ મુખ્ય અર્થશાસ્ત્રીઓ ભારતની શક્યતાઓને લઈને વધુ પોઝિટિવ થઈ રહ્યા છે, જ્યારે ચીન માટે આઉટલુક નબળો થઈ રહ્યો છે, અને યુરોપ સૌથી નબળા સ્તરે છે. સપ્ટેમ્બરના WEF ‘ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલુક’ માં જાણવા મળ્યું કે, સર્વેમાં સામેલ ૯૮…
Ranbir Kapoor ભગવાન રામની ભૂમિકામાં, જ્યારે સાઈ પલ્લવી સીતા તરીકે અને યશ રાવણ તરીકે જોવા મળશે મુંબઈ, તા.૨૩ “દર્શકોએ આ પહેલાં ક્યારેય સિનેમાનો આવો જાદુ જોયો નથી!” રણબીર કપૂરની સાસુ અને આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને રામાયણ માટે આવી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બોલીવુડની દિગ્ગજ અને અનુભવી અભિનેત્રી સોની રાઝદાનએ નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ખૂબ જ અપેક્ષિત અને ભવ્ય ફિલ્મ “રામાયણ” માટે કહ્યું છે કે તેમના જમાઈ અને સુપરસ્ટાર રણબીર કપૂર, દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી અને “KGF” ફેમ યશ અભિનીત આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અનોખો અનુભવ હશે, જે દર્શકોએ મોટા પડદા પર ક્યારેય જોયો નથી.નમિત મલ્હોત્રાના DNEG…
Mumbai, તા.૨૩ એક સમયની ચિકની ચમેલી Katrina Kaif મમ્મી બન્યા પછી સ્વાભાવિક રીતે પહેલાંના જેવું શરીર સૌષ્ઠવ જાળવી શકી નથી. એ ઘણી જાડી થઇ ગઇ છે. એ અત્યાર સુધી પતલી કમરવાળી હતી ત્યાં સુધી એની નોંધ સુદ્ધાં નહીં લેનારા હવે એના ભદ્દા શરીર માટે ટીકા કરવા કૂદી પડેલા છે. નેત્રી પ્રિયંકા ચતુર્વેદી અને અભિનેત્રી કમ નેત્રી ખુશ્બૂ સુંદરે કેટરિના કૈફના વજન વધવાની ટીકા કરનારાઓને આડે હાથ લીધા છે. ખુશ્બુએ તો સોશિયલ મિડીયા પર એક લાંબી પોસ્ટ પણ લખીને સવાલ કર્યો છે કે પુરુષોને ટાલ પડી જાય છે ત્યારે કોઈ ટિપ્પણી કેમ નથી કરતું. તેણે એવું પણ કહ્યું છે કે “કેટરિના…
Krishna Mukherjeeનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો Mumbai, તા.૨૩ બોલિવૂડ અદાકારા રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર Krishna Mukherjeeનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે પરિવારે એક નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. જાણવા મળ્યા મુજબ, કૃષ્ણા મુખર્જીએ મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.કૃષ્ણા મુખર્જીના પરિવારે નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ તેમના માટે અત્યંત મુશ્કેલ સમય છે. પરિવારે લોકોને આ દુઃખની ઘડીમાં તેમની પ્રાઈવસી જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેની સાથે જ…
બાઇક લઈને બન્ને ભાઈ કરદેજ માતાજીના દર્શને જતા અકસ્માત સર્જાયો : બાઇક ચાલક સામે શિહોર પોલીસ મથકે ફરિયાદ Sihor, તા.૨૨ શિહોર-રાજકોટ હાઇવે રોડ પર આવેલા ચેતન હનુમાનજી મંદિર નજીક રવિવારે બપોરે એક કરૃણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેફિકરાઈથી ચાલતી મોટરસાયકલે આગળ જતી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને શરીર પર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામના વતની મેણસુરભાઈ જીવાભાઈ ચાવડા (ઉં.વ. ૫૫) અને તેમના મોટા ભાઈ જેઠાભાઈ જીવાભાઈ ચાવડા (ઉં.વ. ૬૮) રવિવારે બપોરે આશરે ૪થ૦૦ વાગ્યાના સુમારે મોટરસાયકલ લઈને શિહોરથી કરદેજ ખાતે માતાજીના દર્શન કરવા…
આઠ દિવસના પેનડાઉન અને માસ સીએલ બાદ કચેરીના દરવાજા બંધ કરી કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા Bhavnagar, તા.૨૨ બહુમાળી ભવન સ્થિત લેન્ડ રેકર્ડઝ કચેરી વર્ગ-૩ના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગણી નહીં સંતોષાતા તબક્કાવાર વિરોધ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને આજથી આ તમામ કર્મચારીઓ કચેરીના દરવાજા બંધ કરી અચોક્કસની મુદતે હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેના કારણે અગત્યના અનેક કામો અટકી પડયા હતાં.મળતી વિગતો મુજબ ભાવનગર લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા સિનીયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૃા.૨૯,૨૦૦ – ૯૨,૩૦૦, પે પેટીક્ષ લેવલ-૫ (ગ્રેડ પે ૨૮૦૦)માંથી પગાર ધોરણ ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૭ (ગ્રેડ પે ૪૪૦૦) કરવા તથા…
સરકારી ફરજમાં રૂકાવટ અને મારમારી કરવા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે સત્તાવાર ગુનો દાખલ કરાયો Ahmedabad, તા.૨૨ અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ બિલની વહેંચણી કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના વોર્ડ ઇન્સ્પેક્ટર પર બે શખ્સો અને બે મહિલાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સરકારી ફરજમાં રૂકાવટ અને મારમારી કરવા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ગત ૦૩ ઓગસ્ટે નરોડામાં અરીહંતનગરની બાજુમાં આવેલી જલ્પા સોસાયટીમાં છસ્ઝ્રના વોર્ડ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ દિનેશભાઈ બરંડા પ્રોપર્ટી ટેક્સના બિલ વહેંચવા માટે ગયા હતા. આ દરમિયાન એક શખ્સે પોતાના ઘરનું નવું ટેક્સ બિલ આવ્યું ન હોવાનું કહીને જૂનું…
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન હરિયાણામાં ૧૦૮ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૨૮ કેસ સામે આવ્યા New Delhi, તા.૨૨ બેટી બચાવોના નારા વચ્ચે ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં રાજ્ય દેશમાં બીજા ક્રમે હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ અને આંકડાકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, ગેરકાયદેસર લિંગ પરીક્ષણના મામલામાં હરિયાણા દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન હરિયાણામાં ૧૦૮ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૨૮ કેસ સામે આવ્યા છે.આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૧, તમિલનાડુમાં ૧૦, દિલ્હીમાં ૯, કર્ણાટકમાં ૮, પંજાબમાં ૩ અને મહારાષ્ટ્રમાં ૧ કેસ નોંધાયો છે.…
શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો Dubai, તા.૨૨ દુબઈના શાસક, યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનને પગલે દુબઈ સરકારે સમગ્ર અમીરાતમાં ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે, જે દરમિયાન તમામ સરકારી વિભાગોમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ…
આરોપીઓમાંથી ૨ની વય ૧૭ થી ૧૮ વર્ષ વચ્ચે New Delhi, તા.૨૨ બિહારનાં જમુઈમાં સગીર યુવક અને યુવતી સાથે અભદ્ર વ્યવહાર મામલે ૧૨૦ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર જમુઈ સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જમુઈ એસપીએ મોડી રાતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે- સગીરાની ઓળખ જાહેર કરી વીડિયો વાયરલ કરવો એ ગંભીર ગુનો છે. વાયરલ વીડિયો મામલે જમુઈ પોલીસે આકરી કાર્યવાહી કરી છે અને અત્યારસુધીમાં ૩ સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.એસપી વિશ્વજીત દયાલે લોકોને અપીલ કરી છે કે- સગીર પીડિતાની ઓળખ સાથે જોડાયેલ વીડિયો શેર કે વાયરલ ના કરે. તેમણે કહ્યું કે- મુખ્ય આરોપીને વહેલી તકે પકડી લેવામાં…
