Amreli,તા.01
બગસરા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ આયોજનમાં બગસરાના પી.આઈ. વી. કે. ગોલવેલકર તથા પીએસઆઇ મારુ તેમજ એ.એસ.પી. જયવીર ગઢવી સાહેબની હાજરીમાં શહેરના અગ્રણીઓ સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં થતી ટ્રાફિક સમસ્યા, આડેધડ થતા વાહનો પાર્કિંગની સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધા રૂપે કોઈ પણ પ્રકારના પ્રશ્ર્ન ો હોય અથવા કોઈ ઘટના બની હોય તો પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી સુવિધા 112 ડાયલ કરવા જણાવ્યું હતું.

