Kerala તા.1
દેશભરમાં સક્રીય બની ગયેલા ચોમાસાએ હવે કેરળમાં પણ ફરી એક વખત મુશળધાર વરસાદ શરુ કરી દેતા અહી ભૂસ્ખલન, પુર તથા અન્ય તબાહી શરુ થઈ છે અને તેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
રાજય સરકારના જણાવ્યા મુજબ ભૂસ્ખલનમાં ઈડુકી તથા કોટ્ટયમ જિલ્લામાં અનેક માર્ગો બંધ થઈ ગયા છે અને એક પરિવારના આવાસ પર ભેખડો ધસી પડતા એક મહિલાનું મૃત્યુ થયુ જયારે પુરના પાણીમાં એક યુવક તણાઈ ગયો હતો. કુલ ત્રણ મૃત્યુ થયા છે.
રાજય સરકારે આઠ જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કર્યુ છે. તમામ શિક્ષણ સંસ્થાઓ બે દિવસ બંધ રાખવા અને સરકારી કચેરીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

