ઘણા લોકોનું હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. લોહીની ઊણપ કે આયરનની ખામીની સમસ્યા મહિલાઓમાં અને બાળકોમાં વધારે જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરના અંગો સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન પહોંચતું નથી. લોહી ઓછું હોય તો દાદી-નાની ગોળ અને દાળિયા ખાવાની સલાહ આપે છે. કહેવામાં આવે છે કે તેનાથી લોહી વધે છે. પરંતુ ઘણા લોકોને એ જાણવું હોય છે કે ગોળ અને દાળિયા શરીરમાં કેવી રીતે લોહી વધારે છે ? તો ચાલો તમને જણાવીએ આ કામ કેવી રીતે થાય છે. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર 100 ગ્રામ ગોળમાં 8 થી 11 મિલીગ્રામ આયરન હોય છે સાથે જ ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. જ્યારે 100 ગ્રામ ચણા એટલે કે દાળિયામાં અંદાજે 4 થી 5 મિલીગ્રામ આયરન હોય છે. પરંતુ તેમાં પ્રોટીન 20 થી 22 ગ્રામ જેટલું હોય છે. શરીરમાં હીમોગ્લોબિન વધે તે માટે આયરનની જરૂર પડે છે. ગોળ અને ચણા બંને વસ્તુ આયરન આપે છે. ચણામાં પ્રોટીન હોય છે જે હીમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. ગોળમાં રહેલા નેચરલ કંપાઉન્ડ આયરનને સારી રીતે એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. જો કે કોઈ વ્યક્તિને ગંભીર એનિમિયા હોય તો ગોળ ચણા પર આધાર ન રાખવો જોઈએ. આ સ્થિતિમાં ડોક્ટરની જ સલાહ લેવી જોઈએ. સામાન્ય સ્થિતિમાં ગોળ-ચણા ખાવા હેલ્ધી રહે છે. ગંભીર સ્થિતિમાં યોગ્ય દવા લેવી જ હિતાવહ છે.
Trending
- એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
- તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!
- Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો
- Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત
- CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
- તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
- અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી
- Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે

