ઘણા લોકોનું હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. લોહીની ઊણપ કે આયરનની ખામીની સમસ્યા મહિલાઓમાં અને બાળકોમાં વધારે જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરના અંગો સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન પહોંચતું નથી. લોહી ઓછું હોય તો દાદી-નાની ગોળ અને દાળિયા ખાવાની સલાહ આપે છે. કહેવામાં આવે છે કે તેનાથી લોહી વધે છે. પરંતુ ઘણા લોકોને એ જાણવું હોય છે કે ગોળ અને દાળિયા શરીરમાં કેવી રીતે લોહી વધારે છે ? તો ચાલો તમને જણાવીએ આ કામ કેવી રીતે થાય છે. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર 100 ગ્રામ ગોળમાં 8 થી 11 મિલીગ્રામ આયરન હોય છે સાથે જ ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. જ્યારે 100 ગ્રામ ચણા એટલે કે દાળિયામાં અંદાજે 4 થી 5 મિલીગ્રામ આયરન હોય છે. પરંતુ તેમાં પ્રોટીન 20 થી 22 ગ્રામ જેટલું હોય છે. શરીરમાં હીમોગ્લોબિન વધે તે માટે આયરનની જરૂર પડે છે. ગોળ અને ચણા બંને વસ્તુ આયરન આપે છે. ચણામાં પ્રોટીન હોય છે જે હીમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. ગોળમાં રહેલા નેચરલ કંપાઉન્ડ આયરનને સારી રીતે એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. જો કે કોઈ વ્યક્તિને ગંભીર એનિમિયા હોય તો ગોળ ચણા પર આધાર ન રાખવો જોઈએ. આ સ્થિતિમાં ડોક્ટરની જ સલાહ લેવી જોઈએ. સામાન્ય સ્થિતિમાં ગોળ-ચણા ખાવા હેલ્ધી રહે છે. ગંભીર સ્થિતિમાં યોગ્ય દવા લેવી જ હિતાવહ છે.
Trending
- Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
- Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
- Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
- Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
- Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
- Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
- Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
- ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

