Author: Vikram Raval

રૂ. ૨૦ હજારના બદલામાં રૂ. ૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ. ૩૦ હજારની માંગણી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ Jamnagarમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. ૨૭), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર ચિરાગ અશોકભાઈ ગંઢા પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, તેણે અત્યાર સુધીમાં રૂ. ૪૩ હજાર જેટલી રકમ ચૂકવી હોવા છતાં ચિરાગ ગંઢા વધુ રૂ. ૩૦ હજારની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણ દિવસ પહેલાં સાઈબાબા મંદિર પાસે ચિરાગ ગંઢાએ રૂપિયા માંગતાં આશિષ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ જામનગર શહેરના નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં થયેલી બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ મામલે ઘાયલની પત્ની રસીલાબેન પ્રકાશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગે પણ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, ૧૧ જુલાઈના બપોરે આશરે બે વાગ્યાના સમયે પ્રકાશભાઈ સવજીભાઈ સોલંકી કોઈ કામસર નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન ભોઈવાડા વિસ્તારમાં રહેતા રાહુલ અશોકભાઈ મહેતા સાથે અથડામણ થતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આરોપીએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ પેન્ટના નેફામાંથી છરી કાઢી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ Jamnagar જિલ્લાના ખીમરાણા ગામમાં જાહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર એક શખ્સને ૧૧૨ જનરક્ષક ટીમે ઝડપી લઈ પંચ ’એ’ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે નશાબાજ ને તેની પત્નીએ જ પોલીસ પાસે પકડાવી દીધો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૧.૪૮ વાગ્યે ૧૧૨ જનરક્ષકને ખીમરાણા ગામમાંથી રાણીબેન ઘેલાભાઈ રાતડિયાએ ફોન કરી જાણ કરી હતી કે તેમના પતિ દારૂના નશામાં જાહેરમાં બકવાસ કરી તોફાન મચાવી રહ્યા છે. જાણના આધારે જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી ઘેલાભાઈ મયાભાઈ રાતડિયા…

Read More

ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ ભાગી જઈ જામીન માટે કોર્ટમા. દાદ માંગી Rajkot તા.૧૩ શહેરના સગી બહેનના પરીવાર સહિતના રોકાણકારોના કરોડો રૂપીયા ચાઉ કરી જવાના છેતરપિંડીના કેસમાં વેપારી દંપતીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ ઓમનગર વિસ્તારમાં આવેલ રુદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રી ગીરીરાજ વાસણ અને શ્રી દ્વારકાધીશ વાસણના નામે ધંધો કરતા પ્રિયંકભાઈ રમશેભાઈ કારીયા અને ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયાએ સગી બહેનના સાસરીયા સહિત રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ જતા રહ્યા હતા. આ અંગે ફરીયાદ ધનસુખભાઇ રાયચુરાએ ક્રાઈમ બ્રાન્ચમાં કારીયા દંપતી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસ…

Read More

લગ્ન સમયે શહેરમાં રહેવાનું કહીને પતિ ગામડે જ રાખતો હોવાથી મહિલા ૧૦ વર્ષથી પિયરમાં રહી કંટાળી ગળાફાંસો ખાધો Rajkot, તા.૧૩ શહેરના નવાગામ રંગીલા સોસાયટીમાં લગ્ન સમયે શહેરમાં રાખવાનો વાયદો કર્યા બાદ પતિ ગામડે જ રહેતો હોવાથી અને પત્નીને તેડવા ન આવતો હોવાના કારણે સર્જાયેલા ઘરકંકાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા તાલુકાના સાલખડા ગામે રહેતા કૈલાશબેન વિપુલભાઈ ચાવડા (ઉં.વ. ૩૨)ના લગ્ન ૧૨ વર્ષ પહેલાં થયા હતા. લગ્ન સમયે વિપુલભાઈએ કીધું હતું કે તેઓ શહેરમાં રહેશે, પરંતુ લગ્ન બાદ પતિ ગામડે જ રહેતો હતો.…

Read More

મુંબઇથી ભાઈ સાથે નોકરીની શોધમાં આવેલા રાહુલે હતાશ થઈ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક Rajkot તા.૧૩ રોજીરોટીની શોધમાં વતન છોડીને આવેલા આશાસ્પદ કિશોરે આર્થિક મજબૂરી અને માનસિક હતાશામાં આવીને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લોઠડા ગામમાં યુવકે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કરી, ફોન બારી પર ચાલુ રાખીને જ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. કાયદાકીય રીતે ૧૮ વર્ષની ઉંમર પૂરી ન થવાના કારણે સ્થાનિક સ્તરે ક્યાંય નોકરી ન મળતા તે છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતો, જેમાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ…

Read More

સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવી બેસતા ચાલક રસ્તા પર ઊભેલા ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોક Rajkot તા.૧૩ શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવી બેસતા ચાલક યુવાન રસ્તા પર ઊભેલા ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચતા તેનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, નાના મવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વશરામભાઈ પુંજાભાઈ પરમાર (ઉ.વ. ૪૩) પોતાના પુત્ર સાથે સ્કૂટર પર ઘરે આવવા નીકળ્યા હતા. કાલાવડ રોડ પરથી પસાર થઈ…

Read More

પાણકવા ગામે બીમાર સિંહણ પર લાઇટ કરવાના મામલે વન કર્મી. પર હુમલાનો પ્રયાસ અમરાપુર (ગીર) ગામે વાહન ઊભું રાખવા બાબતે કોન્સ્ટેબલ સાથે ચાલકે ઝપા ઝપી Rajkot તા.૧૩ માળિયા હાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં પાણકવા ગામે માંદી સિંહણ પર ટોર્ચ મારવાની ના પાડતા એક શખ્સે મહિલા વનકર્મી અને સ્ટાફ પર કુહાડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમરાપુર (ગીર) ગામે બ્રિજ પર વાહન ઊભું રાખવા બાબતે પૂછપરછ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સાથે ઇકો કારના ચાલકે ઝપાઝપી કરી…

Read More

New Delhi,તા.૧૩ રામ મંદિર દાન ચોરી કેસ સંબંધિત અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ જારી કરી. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરનું સંચાલન કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ નોટિસ જારી કરી. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની આગામી સુનાવણી ૨૦ જુલાઈના રોજ થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે અરજીઓની સુનાવણી કરી. કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા બેન્ચ સમક્ષ હાજર થયા. સુનાવણી દરમિયાન, બેન્ચે જણાવ્યું હતું…

Read More

લોઠડામાં પ્રોઢ અને ભાંગડામાં વૃદ્ધનું બેભાન થઈને ઢળી પડ્યા, પરિવારમાં શોક Rajkot તા.૧૩ શહેરમાં હાર્ટ એટેકનો કહેર યથાવત છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ વૃદ્ધ સહિત ત્રણ લોકોના હદય થંભી જતા મોત નીપજ્યું છે, બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા બજરંગદળના સક્રિય કાર્યકર વિનેશ કાંતિભાઈ ડોડીયા (ઉં.વ. ૫૦) ગઈકાલે રાત્રે આશરે ૧૦૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. બજરંગદળના અગ્રણી કાર્યકરના મોતથી સ્થાનિક સ્તરે ઘેરા શોકની લાગણી ફરી વળી છે. બીજા બનાવમાં, રાજકોટ…

Read More